ધોરણ 11માં અભ્યાસ કરતી જુહાપુરાની સગીરાનું કરાયું અપહરણ, CCTVમાં કેદ થયા દ્રશ્યો

અમદાવાદના જુહાપુરામાંથી સગીરાના અપહરણનો પ્રયાસ થતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સગીરા ટ્યુશન કલાસના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. 11મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાંજે પોણા ચાર વાગ્યે એક્સેસમાં ટ્યુશનમાં આવી હતી. અને અભ્યાસ કર્યા બાદ સાંજે છ વાગીને 20 મિનિટે ઘરે જવા નીકળી હતી.

જે સમયે સગીરા ટ્યુશન કલાસમાં આવી તે સમયે એક સફેદ શંકાસ્પદ ઇકો કાર દેખાઈ હતી. કારમાં આવેલા ત્રણ શખ્સોએ તે સમયે સગીરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરા ચાલુ કારમાંથી નીચે કુદી પડતા તેનો બચાવ થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અપહરણકારોને શોધવા તપાસ હાથ ધરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter