વારાણસીના જ્ઞાનવાપી કેસની સુનાવણી કરનારા ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમણે ગત વર્ષે એડવોકેટ કમિશન દ્વારા વિવાદાસ્પદ જગ્યામાં સર્વે કરાવા અને વજુ ખાનાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો.
સિનિયર ડિવિઝન સિવિલ જજ રવિ કુમાર દિવાકરને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે બઢતી આપવામાં આવી છે. આ દિવસોમાં રવિ કુમાર દિવાકર બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નાના કેસના જજ તરીકે નિયુક્ત છે. હવે રવિ કુમાર દિવાકર બરેલી જિલ્લામાં જ એડીજે ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે કામ કરશે.
અલ્હાબાદ હાઈકોર્ટે તમામ જજોના પ્રમોશન અને ટ્રાન્સફરની યાદી જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર જિલ્લા ન્યાયાધીશ અજય કુમાર વિશ્વેશની કોર્ટમાં ટ્રાન્સફર થતા પહેલા રવિ કુમાર દિવાકર જ જ્ઞાનવાપી કેસની સુનાવણી કરી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ પર ગયા વર્ષે મે મહિનામાં સુનાવણી ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કરવામાં આવી હતી. રવિ કુમાર દિવાકરે અગાઉ એડવોકેટ કમિશન દ્વારા સંબંધિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો હતો. તેમના આદેશ પર જ એડવોકેટ કમિશન દ્વારા ગત વર્ષે મે મહિનામાં સંબંધિત જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો.
સર્વેના છેલ્લા દિવસે શિવલિંગ મળવાના દાવા પર કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ રવિ દિવાકરે જ્ઞાનવાપી મસ્જિદના વજુ ખાનાને સીલ કરવાનો પણ આદેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ રાજીવ ભારતીએ પ્રમોશનની સૂચના જારી કરી છે.
43 વર્ષીય રવિ કુમાર દિવાકર મૂળ યુપીના લખનૌના છે. રવિ કુમાર દિવાકર ડિસેમ્બર 2009માં ન્યાયિક સેવાઓમાં જોડાયા હતા. ન્યાયિક સેવાઓમાં આ તેમની 15મી નિમણૂંક હશે. જ્ઞાનવાપી કેસની સુનાવણીથી અલગ થયા બાદ તેમને ગયા વર્ષે જૂનમાં વારાણસીથી બરેલી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની