GSTV
Gujarat Government Advertisement

પ્રેમી સાથે લિવ-ઈનમાં રહેતી પરણિતાએ હાઈકોર્ટમાં માંગી સુરક્ષા, કોર્ટે ફટકારી આ સજા…

Last Updated on January 28, 2021 by Ali Asgar Devjani

છૂટાછેડા વગર જ પ્રેમી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી એક પરણિતાએ પોતાના પતિ અને સાસરી પક્ષના લોકોથી જીવને જોખમ હોવાનું જણાવતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુરક્ષા માટે અરજી કરી હતી. આ વાત અંગે હાઈકોર્ટના જસ્ટિસ મનોજ બજાજ નારાજ થયા હતા અને મહિલાને જ ખખડાવી તથા તેની અરજી ફગાવી હતી. આ સાથે તેમણે પરણિતા અને તેના પ્રેમી પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પતિ પર ધમકી આપવાનો લગાવ્યો આરોપ…

વાસ્તવમાં પરણિતા અને તેના પ્રેમી સુખવીર સિંહે હાઈકોર્ટમાં અરજી દાયર કરી મહિલાના પતિ અને તેના પરિવારજનોની સુરક્ષા માટે અરજી કરી હતી. અરજીમાં મહિલાએ કહ્યું કે, તેના લગ્ન ગુરજીત સિંહ સાથે થયા છે અને તેમના 3 બાળકો છે. 6 મહિના અગાઉ તે સુખબીર સિંહના સંપર્કમાં આવી અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ અંગે મહિલાના પતિ અને તેના પરિવારજનોને જાણ થઈ તો તેમણે મહિલા અને તેના પ્રેમીને હત્યાની ધમકી આપી હતી.

કોઈ પુરાવા વગર અરજીના અધિકારનો દુરુપયોગ કરાયો…

મહિલા અને તેના પ્રેમીએ પટિયાલા પોલીસ પ્રમુખને પત્ર લખી મદદ માંગી હતી પરંતુ પોલીસ તરફથી તેમને કોઈ મદદ મળી નહીં. આ કારણે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ જસ્ટિસ મનોજ બજાજે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, છૂટાછેડા વગર આવા સંબંધોને કાયદાકીય માન્યતા નથી. આ એક અપવિત્ર સંબંધ છે. અરજી કોઈપણ આધાર વગર જ કરવામા આવી છે, જે અરજી કરવાના અધિકારનો દુરુપયોગ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!