GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા પોતે જજ લોયાના મોત સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરશે

થોડા દિવસ પહેલા મીડિયા સમક્ષ જજ બિએચ લોયાના મૃત્યુના કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટના 4 સિનિયર જજોએ મુખ્ય ન્યાયમૂર્તિ સામે બળવો પોકાર્યો હતો ત્યારે જજ લોયાના કેસની સુનાવણી ખુદ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા કરશે. આ કેસની સુનાવણી જજ અરૂણ મિશ્રાની ખંડપીઠ કરી રહી હતી, પરંતુ ચાર જજો દ્વારા જાહેરમાં વાંધો વ્યક્ત કરાતાં જજ અરૂણ મિશ્રાએ સુનાવણીથી અલગ થતાં કહ્યું હતું કે આ કેસને યોગ્ય ખંડપીઠ સમક્ષ રજૂ કરાય. ત્યારથી આ બાબતે અટકળો ચાલુ હતી કે આખરે જજ લોયાના મોતના કેસની સુનાવણી કંઈ ખંડપીઠ કરશે. આ કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠમાં અન્ય જજો જજ એએમ ખાનવિલકર અને જજ ડીવાઈ ચંદ્રચુડ પણ સામેલ થશે.

એક ન્યૂઝ એજન્સીએ સુપ્રીમ કોર્ટના કૉજલિસ્ટ પરથી જણાવ્યું છે કે, જજ લોયાના મોત સાથે જોડાયેલા કેસોની યાદી મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા સમક્ષ મૂકવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ મુખ્ય ન્યાયમૂર્તિ આ કેસ સંદર્ભે સુનાવણી કરશે. મહત્વપૂર્ણ છે કે, સુપ્રીમ કોર્ટના 4 સીનિયર જજોએ આરોપ લગાવ્યો હતો કે સુપ્રીમ કોર્ટના મહત્વના કેસોની મુખ્ય ન્યાયમૂર્તિ સંભાળ રાખતા નથી. મહત્વના સંવેદનશીલ કેસો સિનિયર જજોને સોંપાતા નથી.

બાદમાં મુખ્ય ન્યાયમૂર્તિએ ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી માટે બંધારણીય ખંડપીઠની રચના કરી હતી. જેમાં 4 જજોને સ્થાન અપાયુ નહોતું. મુખ્ય ન્યાયમૂર્તિએ આધાર કેસ, કલમ 377 અને સમલેંગિક્તા કેસ સહિત અન્ય મહત્વના કેસોની સુનાવણી માટે બંધારણીય ખંડપીઠની રચના કરી હતી. જેમાં જજ જે. ચેલમેશ્વર, જજ રંજન ગોગોઈ, જજ એમ બી લોકુર, અને જજ કુરિયન જોસેફને સ્થાન આપવામાં આવ્યું નહોતું. બાદમાં આ 4 જજોએ પત્રકાર પરિષદ યોજી મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતાં. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના આ 4 જજોએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મૂકી જજ લોયાના મોતને સંબંધિત તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Related posts

ડૉમેસ્ટિક ફ્લાઈટમાં પણ આ સીટ ખાલી રાખવાનો આદેશ, વધારે મુસાફર હોવા પર કરવુ પડશે આ કામ

Ankita Trada

ચીખલી : 6 વર્ષનું બાળક ખાબક્યું બોરમાં, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

Nilesh Jethva

યે રિશ્તા…ફેમ આ સ્ટાર સહિત સમગ્ર પરિવાર Corona પોઝીટીવ, હોસ્પિટલમાં કરાયો દાખલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!