GSTV
Home » News » અયોધ્યા: બાબરી મસ્જીદ કેસની સુનાવણી કરી રહેલાં જજે SCને લખ્યો પત્ર, માંગી સુરક્ષા

અયોધ્યા: બાબરી મસ્જીદ કેસની સુનાવણી કરી રહેલાં જજે SCને લખ્યો પત્ર, માંગી સુરક્ષા

અયોધ્યાના વિવાદિત સ્ટ્રક્ચર મામલામાં સુનાવણી કરી રહેલાં સ્પેશિયલ જજે સુપ્રિમ કોર્ટને પત્ર લખીને પોલીસ સુરક્ષી માંગ કરી છે. જજે તેના માટે સુપ્રિમ કોર્ટમાં ચિઠ્ઠી લખી છે. જજે કરેલી આ માંગને લઈને જસ્ટિસ રોહિંગ્ટને કહ્યુ છેકે, જજની માંગણી વ્યાજબી છે.

જસ્ટિસ રોહિંગ્ટને કહ્યુ, યુપી સરકાર આ સંદર્ભમાં પોતાનો જવાબ દાખલ કરે. જ્યારે યુપી સરકારે જજનો કાર્યકાળ વધારવા માટે બે સપ્તાહનો વધારાનો સમય માંગ્યો હતો. સુપ્રિમ કોર્ટે યુપી સરકારને બે સપ્તાહનો વધારાનો સમય આપ્યો છે.

વાસ્તવમાં અયોધ્યા જમીન વિવાદ મામલામાં ગુરૂવારે સુપ્રિમ કોર્ટની પાંચ સદસ્યોની બેંચે 10માં દિવસે સુનાણવી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચની સામે અરજીકર્તા ગોપાલસિંહ વિશારદ તરફથી વકીલ રંજીત કુમારે દલીલો રજૂ કરી હતી.

READ ALSO

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

મુર્ખ પાકિસ્તાન : કોઈ પણ પેસેન્જર વિના ગગનમાં પ્રદક્ષિણા કરતાં પાક વિમાનો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!