GSTV

Jio 4G Phone: કાલથી લોકો પાસે હશે જિયો ફોન, આ રીતે કરો ફોન માટે બુકિંગ અને જાણો ફોનના ફિચર્સ

Last Updated on August 14, 2017 by

રિલાયન્સ Jio 4G Phoneનું આવતીકાલે  15 ઓગસ્ટથી બીટા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. અને બીટા ટેસ્ટિંગ દરમિયાન  ફોનનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે કેટલાંક લોકોને ફોન આપવામાં આવશે. રિલાયન્સ જિયો ફોનનું પ્રી બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. હાલમાં કંપનીની વેબસાઇટ www.jio.com પર રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

પ્રી બુકિંગ માટે કંપનીની સાઇટ પર જઇને તમારું નામ, મોબાઇલ નંબર, ઇ મેઇલ આઇડી, અને પિન કોડ નંબર નાંખવો પડશે. ત્યાર બાદ યૂઝરને કન્ફર્મેશન મેલ અને મેસેજ આવશે.પ્રી બુકિંગ ઓફ લાઇન અને ઓન લાઇન બંને રીતે બુક કરી શકાશે. 24 ઓગસ્ટ કે ત્યાર બાદ રિલાયન્સ જિયાના માય જિયો એપથી  ફીચર ફોનનું ઓનલાઇન બુકિંગ કરાવી શકાય છે.

રિલાયન્સ જિયો આ ફોન ફ્રીમાં આપી રહ્યું છે. જોકે તેના માટે એક શરત એ છે કે  ફોન માટે સિક્યોરિટી મની તરીકે  1500 રૂપિયા આપવા પડશે. જેને 3 વર્ષ બાદ પરત કરવામાં આવશે.

આ ફોનમાં દર મહિને 153  રૂપિયાનું રીચાર્જ  કરાવવાથી તે બધી સુવિધાઓ મળશે. જે અત્યારે 309 રૂપિયાના રિચાર્જમાં મળે છે.  તો જિંદગીભર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા ફ્રી મળે છે. જિયોના ફીચર ફોનમાં 2.4 ની ક્યૂવીજીએ ડિસ્પલે આપવામાં આવ્યું છે. તેમાં આ પ્રકારના  ફીચર છે.

  • ન્યુમેરિક કી પેડ સાથે 4 નેવિગેનશ બટન આપવામાં આવ્યું છે.
  • તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે.  ફોનમાં રિયર કેમેરા, ટોર્ચ  લાઇટ અને એફએમ રેડિયો અને બ્લૂટૂથ પણ હશે.
  • આ ફોન 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે.
  • આ ફોન વોઇસ કમાન્ડને પણ સપોર્ટ કરશે.
  • ફોનમાં રિલાયન્સ જિયોના મ્યુઝિક, જિયો સિનેમા અને જિયો ટીવી જેવા એપ પહેલેથીજ ઇન્સ્ટોલ છે.
  • જિયો મોબાઇલના બે મોડલ  લોન્ચ કરવામાં આવશે.  જિયોનો ફીચર ફોનનું એક મોડલ  કક્વાલકોમના મોબાઇલ પ્લેટફોર્મ  સાથે આવશે અને બીજું મોડલ સ્પેકટ્રમના પ્રોસેસર સાથે આવશે.

Related posts

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!