GSTV
Home » News » 20 જાન્યુઆરીનાં રોજ જેપી નડ્ડાની થશે તાજપોશી, બનશે બીજેપીનાં નવા અધ્યક્ષ

20 જાન્યુઆરીનાં રોજ જેપી નડ્ડાની થશે તાજપોશી, બનશે બીજેપીનાં નવા અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું પાર્ટીનાં અધ્યક્ષ બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમનાં નામની અધિકારીક રીતે જાહેરાત 20 જાન્યુઆરીનાં રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ કરશે. બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 જાન્યુારીનાં રોજ નામાંકન દાખલ કરવામાં આવશે. જોકે હાલમાં નવા અધ્યક્ષ માટે ચૂંટણીની પ્રક્રિયા સતત ચાલૂ છે.

20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષનાં પદ પર જેપી નડ્ડાનાં નામની જાહેરાત થઈ જશે. સૂત્રોનાં જણાવ્યાંઅનુસાર, પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, બીજેપી શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સિવાય ઘણા પ્રદેશોનાં અધ્યક્ષ જેપી નડ્ડનાં પ્રસ્તાવક રહેશે.

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી દિલ્હીમાં 19 ફેબ્રુઆરી થશે. આ વખતે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી લગભગ નક્કી મનાય રહી છે. જેને પગલે નડ્ડાનું પાર્ટીના 11માં અધ્યક્ષ બનવાનું નક્કી મનાય રહ્યું છે. હાલ ભાજપમાં સંગઠનની ચૂંટણી ચાલી રહી છે.

ભાજપના બંધારણના જણાવ્યા મુજબ 50 ટકાથી વધારે રાજ્યના એકમોની ચૂંટણી થયા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. 19 ફેબ્રુઆરી સુધી ભાજપના 80 ટકાથી વધારે રાજ્ય એકમોની ચૂંટણી પૂરી થઈ જશે જે પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે.

ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડા વિદ્યાર્થી રાજકારણના સમયે ABVP સાથે સંકળાયેલા હતા અને સંગઠનોના વિવિધ હોદ્દોઓ સંભાળીને પહેલી વાર 1993માં હિમાચલ પ્રદેશમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તે રાજ્યાના અને કેન્દ્રના મંત્રી પણ રહી ચૂક્યા હતા.

1994થી 1998સુધી વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે. જેપી નડ્ડા ફરીથી 1998માં ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. આ વખતે તેમને સ્વાસ્થ્ય અને સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2007માં ફરી એકવાર ચૂંટણી જીતીને પ્રેમ કુમાર ધૂમલની સરકારમાં તેમને પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજીના મંત્રી બનાવવામાં આવ્યા હતા.

જેપી નડ્ડાને 2012માં રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી હતી. મોદી સરકારમાં તેમને સ્વાસ્થ્ય મંત્રાલયની કમાન સોંપવામા આવી હતી. રાષ્ટ્રીય રાજનીતિમાં જેપી નડ્ડા વર્ષ 2010માં આવ્યા જ્યારે તાત્કાલીક રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ તેમને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમણૂક કરી હતી. જે બાદ અમિત શાહે જેપી નડ્ડાને તેમની ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. જેપી નડ્ડાની ઓળખ સંગઠનના નરમ-ભાષી અને જાણકાર નેતા તરીકે થાય છે.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ : 1 લાખની ભીડ જોઈ ટ્રમ્પ થયા ગદગદિત…

Mayur

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!