GSTV
Home » News » જે પી નડ્ડા બન્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ : 3 વર્ષમાં થશે અગ્નિપરીક્ષા, અમિત શાહનો વારસો સંભાળ્યો

જે પી નડ્ડા બન્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ : 3 વર્ષમાં થશે અગ્નિપરીક્ષા, અમિત શાહનો વારસો સંભાળ્યો

દેશની સત્તાધારી  ભારતીય  જનતા પાર્ટીના 14માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાની નિમણૂક થઈ છે. આજે દિલ્હી સ્થિતિ ભાજપ કાર્યાલય ખાતે  રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હિમાચલ પ્રદેશના ભાજપના નેતા અને અત્યાર સુધી કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળતા જે.પી. નડ્ડા બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.

જે.પી. નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ અમિત શાહે સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહને સોંપ્યો હતો. અને બપોરે અઢી વાગ્યાના અરસામાં સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહે તેમના નામની જાહેરાત રી હતી. જે.પી. નડ્ડા  અત્યાર  સુધી ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતા હતા.

ભાજપને આજે અમિત શાહના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને હિમાચલ પ્રદેશના દિગ્ગજ નેતા જગત પ્રકાશ નડ્ડા પક્ષના 11માં અધ્યક્ષ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતા. વર્તમાન મુખ્યપ્રધાન, પૂર્વ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, સંસદી બોર્ડના સભ્યો. રાજ્યોના પ્રદેશ પ્રમુખ સહિત વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. ભાજપની ટોપ લીડરશીપની સામે જેપી નડ્ડા કાર્યકારીમાંથી પૂર્ણકાલીન અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. રાજનાથ સિંહે જે પી નડ્ડાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહિત અમિત શાહ અને સંસદી બોર્ડના સભ્યો નડ્ડાને શુભકામના પાઠવશે. 2019ની ચૂંટણીમાં ભારે બહુમત સાથે જીત્યા બાદ મોદી સરકારમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ પ્રધાનનો કાર્યભાર સોંપવામાં આવ્યો.

જેના કારણે રોજ-બરોજના કામકાજ માટે 17 જૂન, 2019ના રોજ રાષ્ટ્રીય મહાસચિવ જે.પી.નડ્ડાની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળ્યાના 7 મહિના બાદ આજે જેપી નડ્ડાને પૂર્ણકાલીન અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે. હાલમાં અમિત શાહ, રાજનાથસિંહ સહિતના કદાવર નેતાઓ હાજર છે.

જગત પ્રકાશ નડ્ડા

 • ભાજપના કદાવર નેતાઓમાં સામેલ
 • ૨ ડિસેમ્બર,૧૯૬૦ના રોજ પટનાના બ્રાહ્મણ પરિવારમાં જન્મ
 • પિતાનું નામ ડૉ.નારાયણ લાલ નડ્ડા
 • માતાનું નામ કૃષ્ણા નડ્ડા
 • પટનામાં મેળવ્યું પ્રારંભિક શિક્ષણ અને બીએનો અભ્યાસ
 • એલએલબીની ડિગ્રી હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીમાં મેળવી
 • ૧૯૯૨માં મલ્લિકા નડ્ડા સાથે થયા લગ્ન
 • પત્ની મલ્લિકા નડ્ડા યુનિવર્સિટીમાં પ્રોફેસર
 • જેપી નડ્ડાને બે સંતાન
 • ૧૯૭૫માં જેપી મુવમેન્ટથી પ્રભાવિત થઇ રાજનીતિની શરૂઆત
 • જેપી આંદોલન બાદ બિહારની એબીવીપીની શાખામાં થયા સામેલ
 • ૧૯૭૭માં કોલેજ કાળમાં છાત્ર સંઘની ચૂંટણી લડ્યા
 • ચૂંટણીમાં જીત બાદ પટના યુનિ.ના સચિવ બન્યા
 • હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં પણ છાત્ર સંઘની ચૂંટણી લડ્યા
 • ભાજપે ૧૯૯૧માં અખિલ ભારતીય જનતા યુવા મોર્ચાના મહાસચિવ બનાવ્યા
 • ૧૯૯૩માં હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડ્યા
 • બલાસપુર બેઠક મેળવી શાનદાર જીત
 • હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી
 • ૧૯૯૮ અને ૨૦૦૭માં ફરી બિલાસપુર બેઠક પરથી મેળવી જીત
 • હિમાચલ પ્રદેશ સરકારના પ્રધાનમંડળમાં મળ્યું સ્થાન
 • ધૂમલ સરકારમાં વન-પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મિનિસ્ટર બન્યા
 • ૨૦૧૨માં ભાજપે રાજ્યસભાના સાંસદ બનાવ્યા
 • અમેરિકા, કોસ્ટરિકા, કતર, કેનેડા, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો પ્રવાસ કર્યો છે
 • વિશ્વ તંબાકૂ નિયંત્રણ માટે વિશેષ માન્યતા પુરસ્કાર થયો પ્રાપ્ત
 • સંસદની જુદી જુદી સમિતિઓમાં થઇ નિમણૂંક
 • ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તાની જવાબદારી નિભાવી
 • ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં પાર્ટી અભિયાન પર દેખરેખ રાખી
 • મોદી સરકારની પહેલી ટર્મમાં સ્વાસ્થ્ય પ્રધાનનો હવાલો સંભાળ્યો
 • ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી બન્યા
 • યુપીમાં ભાજપે ૮૦માંથી ૬૨ બેઠકો પર જીત મેળવી
 • નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ગાઢ સંબંધ
 • ભાજપની સંસદીય બોર્ડના સભ્ય રહ્યા
 • ૧૭ જૂન, ૨૦૧૯ના રોજ ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક

આજે સવારે 10 વાગ્યે સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહની ઉપસ્થિતિમાં જેપી નડ્ડા પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. તે પહેલા નિરીક્ષણ મંડળના પાંચ રાજ્યોના 20 સ્થાયી સભ્યો તેમના નામનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ચૂંટણી પ્રક્રિયા બપોરે 12 વાગ્યે પૂર્ણ કરી લેવાશે. ત્યારબાદ ત્રણ વાગ્યે ઔપચારીક કાર્યક્રમ થશે. જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. ભાજપના કાર્યક્રમ મુજબ જેપી નડ્ડાની તાજપોશીમાં પીએમ મોદી આશરે સાંજે ચાર વાગ્યે કાર્યાલયે પહોંચશે. અને સાડા પાંચ વાગ્યા સુધી કાર્યક્રમમાં હાજર રહેશે. તે પહેલા ગૃહપ્રધાન અમિત શાહ, મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત અન્ય નેતાઓ કાર્યક્રમમાં હાજર રહેશે. અને સંબોધન કરશે.

કાર્યક્રમમાં 450 જેટલા પદાધિકારીઓ અને મહેમાનોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કે મંચનું સંચાલન રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ અને સાંસદ વિનોદ સોનકરને સોંપાયું છે.. મંચ ઉપર વડાપ્રધાન મોદી ઉપરાંત સંસદીય બોર્ડના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહેશે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ મંચ ઉપર જ હાજર રહેશે. જ્યારે કે બાકીના પદાધિકારીઓની નીચે બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં ભારેલો અગ્નિ : દેખો ત્યાં ઠાર મારવાનો ઓર્ડર

Mayur

અન્ય દેશો કરતાં ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય ઘણું વધારે છે : ડોનાલ્ડ ટ્રમ્પ

Mayur

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો આંચકો, ટ્રમ્પની યાત્રા સફળ થવા સાથે કુલ 3 અબજ ડોલરનો કરાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!