GSTV
Home » News » ટિકિટ વહેંચણીને લઈને BJP કાર્યકર્તાઓનું જે.પી. નડ્ડાના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન

ટિકિટ વહેંચણીને લઈને BJP કાર્યકર્તાઓનું જે.પી. નડ્ડાના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણી બાદ કેટલાય નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને આજે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાન બહાર હંગામો જોવા મળ્યો છે. ભાજપે પહેલી યાદીમાં 57 ઉમેદવારો જાહેર કર્યા છે. તે સાથે જ પાર્ટીમાં બળવાનો સુર જોવા મળ્યો છે.

કેન્ટથી પૂર્વ ધારાસભ્ય કરણસિંહ તંવરના સમર્થકો જે.પી નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને વાતચીત કરી રહ્યા છે. કેન્ટથી હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. પરંતુ આ બેઠકથી કરણસિંહ તંવરના સ્થાને અન્ય કોઈને ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેમ મનાય છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. તેમ છતાં કાર્યકરોમાં વિરોધ શરૂ થઈ ઘયો છે અને સોનિયા ગાંધીના નિવાસ સ્થાન બહારે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. શુક્રવારે સોનિયા ગાંધીના  નિવાસ સ્થાન કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી.અને પ્રથમ તબક્કામાં કોંગ્રેસ 50 ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે. તેવામાં શનિવારે દિલ્હીના કરાવલ નગર, પટેલ નગરના કોંગી કાર્યકરોએ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન બહાર દેખાવો કર્યા હતા.

Read Also

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!