GSTV

રાજકારણ/ અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ ન રહેતાં ગુજરાતનું કપાયું કદ : રૂપાલા વેતરાયા, અનેકના અરમાનો તૂટ્યા

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જોકે તેમાં ગુજરાતમાંથી એકમાત્ર સરપ્રાઈઝ તરીકે ભાવનગર સાંસદ ભારતી બહેન શિયાળની પસંદગી થઈ છે. ગુજરાત ભાજપમાં અનેક વરિષ્ઠ નેતા છે. પરંતુ જે.પી.નડ્ડાની નવી ટીમમાં એક પણ મોટા ગજાના નામ નથી. પરંતુ સરપ્રાઈઝ તરીકે ગુજરાતમાંથી એકમાત્ર ભારતીબહેન શિયાળને સ્થાન મળ્યુ છે. તેઓ ભાવનગરથી સાંસદ પણ છે. ઉલ્લેખનિય છેકે, અત્યાર સુધી અમિત શાહ ભાજપના અધ્યક્ષ તરીકે હતા. જ્યારે ઉપાધ્યક્ષ પદે સાંસદ પરશોત્તમ રુપાલા હતા. આમ રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટીમાં ગુજરાતના બે નેતાઓ હતા. જોકે નડ્ડાની ટીમમાં માત્ર ભારતીબહેન શિયાળને સ્થાન મળ્યુ છે.

ભાજપે સંગઠનમાં ઘણા મહત્વના ફેરબદલ કર્યા

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સંગઠનમાં ઘણા મહત્વના ફેરબદલ કર્યા છે. ભાજપ તરફથી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા સહિત ઘણા મહત્વના પદો પર ફેરબદલ કરવામાં આવ્યા છે. બિહાર ચૂંટણી પહેલા પાર્ટીમાં પરિવર્તન કરતા પક્ષે પોતાના નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોનું એલાન કર્યું. રાધા મોહન સિંહ, મુકુલ રાય, રેખા વર્મા, અન્નપૂર્ણા દેવી, ભારતીયબેન શિયાળ, ડીકે અરૂણા, એમ.ચૂબા આવ, અબ્દુલ્લા કુટ્ટીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપની નવી ટીમમાંથી રામ માધવ, મુરલીધર રાવ અને અનિલ જૈનને મહાસચિવ પદેથી હટાવી દેવામાં આવ્યા.

તેજસ્વી સૂર્યાને યુવા મોરચાના પ્રમુખ બનાવાવમાં આવ્યા

આ ઉપરાંત સરોજ પાંડેયને પણ મહાસચિવ પદેથી હટાવાયા છે. જ્યારે કે દુષ્યંત કુમાર ગૌતમ, ડી.પુરેંદશ્વરી, સીટી રવિ અને તરૂણ ચુગની નવા મહાસચિવ તરીકે પસંદરી કરવામાં આવી છે. જ્યારે કે તેજસ્વી સૂર્યાને યુવા મોરચાના પ્રમુખ બનાવાવમાં આવ્યા છે. જ્યારે કે કે લક્ષ્મણને ઓબીસી મોરચાના પ્રમુખ, જમાલ સિદ્દીકીને લઘુમતી મોરચાના પ્રમુખ લાલ સિંહ આર્યને એસસી મોરચાના પ્રમુખ અને સમીરા ઓરાંને એસીટી મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ તરફથી પક્ષમાં 23 પ્રવક્તા બનાવાયા છે. નવા પ્રવક્તામાં રાજીવ ચંદ્રશેખર, સંજૂ વર્મા, ઇકબાલ સિંહ, લાલપુરા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અપરાજીતા સારંગી, હિના ગાવિત, ગુરૂપ્રકાશ, એમ કિકોન, નુપુર શર્મા, રાજુ બિષ્ટ, કે.કે.શર્મા સામેલ છે.

READ ALSO

Related posts

જૂનાગઢ/ રોપ વેની ટિકિટના ભાવ ઘટાડવા માટે રક્તરંજિત સહી ઝૂંબેશ ઉપાડી, કરી રહ્યા છે ભારે વિરોધ

Pravin Makwana

એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા, આઈટીના દેશભરમાં 42 જગ્યા પર સામૂહિક દરોડા

pratik shah

ગિરનારા રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!