GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8માં આવેલા રબારીવાસ વિસ્તારના સ્થાનિકોની સમસ્યાઓને લઈને મહિલાઓએ એકત્રિત થઈ રોષ વ્યક્ત કર્યો
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા ઉપલેટા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 4
ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા ઘણા સમયથી સ્થાનિક લોકોની સમસ્યા તેમજ પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતી હોય તેવી અનેક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે આવી જ એક ફરિયાદ ઉપલેટા શહેરના વોર્ડ નંબર આઠ વિસ્તારમાં રહેતા રબારીવાસ વિસ્તારના લોકોની સામે આવી છે, જેમાં ગટરના ઉભરાતા પાણી તેમજ ખુલ્લી ગટરની કુંડીઓ અને ખરાબ રસ્તાથી સ્થાનિક લોકો અને ખાસ કરીને મહિલાઓને છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓ થઈ રહી છે, જેને લઇને આ મહિલાઓ દ્વારા તેમની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી છે. સ્થાનિક દ્રશ્યો પરથી કહી શકાય છે કે અહીંયા ખુલ્લી ગટરની કુંડીઓ જોવા મળે છે જેમાં કોઈપણ પ્રકારના ઢાંકણાઓ ફીટ નથી કરેલા અને આ ઢાંકણા ફિટ ન કરવાના કારણે અહીં નાના બાળકોના પડવાની સંભાવનાઓ અને અકસ્માતો થવાની સંભાવનાઓ તેમજ ગટરો ઉભરાઈ જવાની ફરિયાદો ઉઠવા પામી છે. અહીં કચરાનો યોગ્ય નિકાલ નથી થતો. ગટરની કુંડીઓમાં કોઈ પણ પ્રકારના ઢાંકણા ન જોવા મળતા અને ખરાબ થયેલા રસ્તા તંત્ર દ્વારા રીપેર ન કરી યોગ્ય સાફ-સફાઈ ન કરવામાં આવતી હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે ત્યારે હવે આગામી દિવસોમાં જો યોગ્ય નિકાલ નહીં આવે તો મહિલાઓ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.




