GSTV
Home » News » શ્રીનગરમાં રાઈઝિંગ કાશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની હત્યા મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

શ્રીનગરમાં રાઈઝિંગ કાશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની હત્યા મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

શ્રીનગરમાં ગુરુવારે ત્રણ બાઈકસવાર આતંકવાદીઓ દ્વારા રાઈઝિંગ કાશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં બુખારીની સુરક્ષામાં તેનાત બે જવાનોના પણ મોત નીપજ્યા હતા. બુખારીના હત્યારાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં શંકાસ્પદ બાઈકસવાર આતંકવાદીઓ દેખાઈ રહ્યા છે.

પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ માટે સ્થાનિકોની મદદ લેવાઈ રહી છે. જમ્મુ-કાશ્મીર પીલેસ તરફથી હુમલાખોરો સાથે સંકળાયેલી જાણકારી આપવા માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તેની સાથે જ હવે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હુમલાખોરો સુધી પહોંચવાની કોશિશોમાં લાગી ગઈ છે.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી બે તસવીરોમાં ત્રણ લોકો બાઈક પર જતા દેખાઈ રહ્યા છે. આ બાઈકસવારોએ પોતાના ચહેરા ઢાંકેલા છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના અગ્રણી પત્રકાર શુજાત બુખારી પર પહેલા પણ ઘણીવાર જીવલેણ હુમલા થઈ ચુક્યા છે.

જુલાઈ-1996માં બુખારીને આતંકવાદીઓએ સાત કલાક સુધી અનંતનાગમાં બંધક બનાવીને રાખ્યા હતા. બાદમાં 2000ના વર્ષમાં જીવલેણ હુમલાની ધમકી બાદ બુખારીને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. 2006માં પણ સુજાત બુખારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

એક વર્ષ પહેલા શુજાત બુખારીને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ધમકી મળી હતી. બાદમાં તેમને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી અને તેમની સુરક્ષામાં બે સુરક્ષાકર્મીઓની તેનાતી કરવામાં આવી હતી.

શુજાત બુખારી ભારત અને પાકિસ્તાન શાંતિ માટેની વાટાઘાટો અને કાશ્મીર વિવાદને ઉકેલવા માટે સતત સરકાર સાથે ખભેખભો મિલાવીને ચાલી રહ્યા હતા. તેમના અખબાર રાઈઝિંગ કાશ્મીરને ખીણનો અવાજ ગણવામાં આવે છે. જીવનું જોખમ હોવા છતાં પણ શુજાત બુખારી એક પત્રકારને છાજે તેવી ખુમારી સાથે કહેતા હતા કે બંદૂકનો ડર દેખાડીને તેમની કલમને શાંત કરાવી શકાશે નહીં.

બુખારીની હત્યા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે રાઈઝિંગ કશ્મીરના તંત્રી શુજાત બુખારીની હત્યા એક કાયરતાપૂર્ણ હરકત છે. આ કાશ્મીરના વિચારશીલ અવાજને દબાવવાની કોશિશ છે. તેઓ સાહસિક અને નીડર પત્રકાર હતા. તેમના નિધનથી ઘણો સ્તબ્ધ અને દુખી છું.  રાજનાથસિંહે શુજાત બુખારીના પરિવાર પ્રત્યે ટ્વિટર પર સંવેદના પણ વ્યક્ત કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રાઈઝિંગ કશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની હત્યાને ટ્વિટ કરીને વખોડી છે. તેમણે કહ્યુ છે કે શુજાત ઘણાં બહાદૂર હતા.. તેમણે જમ્મુ-કાશ્મીરમાં ન્યાય અને શાંતિ માટે નીડરતાથી સંઘર્ષ કર્યો.. તેઓ ખૂબ યાદ આવશે. રાહુલ ગાંધીએ પણ શુજાતના પરિવાર પ્રત્યે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.

પત્રકાર શુજાત બુખારીએ પોતાની હત્યાના દિવસે જ કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન પર આવેલા સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પર આખરી ટ્વિટ કર્યું હતું. પત્રકા શુજાત બુખારીએ તેને યોગ્ય રિપોર્ટ ગણાવ્યો હતો. બુકારી કાશ્મીરમાં થનારી તમામ ઘટના પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હતા. તેને કારણે તેઓ આતંકવાદીઓના નિશાને પણ રહેતા હતા.

Related posts

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur

નાદુરૂસ્ત તબિયતને લઈ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Mayur

પાકિસ્તાની એફ-16 વિમાનોએ ભારતના કમર્શિયલ વિમાનને એક ક્લાક સુધી ઘેર્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!