આંધ્ર પ્રદેશમાં તેલુગૂ પેપર માટે કામ કરી રહેલા એક પત્રકારની ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી રાજ્યના પત્રકારોમાં ખૂબ જ રોષ છે. સીએમ જગમોહને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પત્રકાર પર આ હુમલો પૂર્વી ગોદાવરીના ટૂની વિસ્તારમાં થયો છે. પત્રકાર ટી સત્યનારાયણ એક તેલુગૂ સમાચાર પત્રમાં રિપોર્ટર તરીકે કામ કરતા હતા. આ ઘટના પત્રકાર ટી સત્યનારાયણના ઘરની નજીક થઈ હતી.
પહેલા પણ થઈ હતી હત્યાની કોશિશ

પોલીસના જણાવ્યા પ્રમાણે પત્રકાર ટી સત્યનારાયણની હત્યાની કોશિશ પહેલા પણ થઈ ચુકી છે. આ બાબતમાં પોલીસે કેસ પણ દાખલ કર્યો છે. આ ખતરા છતા પોલીસ પત્રકારને સુરક્ષા આપી નહીં અને હત્યારાઓએ તેમની હત્યા કરી નાખી. પોલીસ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકી નથી.
સીએમએ આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રી જગન મોહને આ બાબતની રાજ્યના ડીજીપી ગૌતમ સંવાગ સાથે વાત કરી છે અને ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. ડીજીપીએ જણાવ્યું છે કે તેમણે પોતે આ ઘટનાની જિલ્લાના એસપી સાથે વાત કરી છે અને તેમને ધટનાસ્થળ પર જઈને તપાસ કરવા માટે જણાવ્યું છે.
આ બાબતે જનસેવાએ રાજ્ય સરકાર પર હુમલો કરતા પાર્ટી ચીફ પવન કલ્યાણે પત્રકારની હત્યાને ક્રૂર જણાવી છે અને કહ્યું છે કે આ લોકતંત્રના એક સ્તંભ પત્રકારિતાને ખતમ કરવાની કોશિશ છે. પત્રકાર સત્યનારાયણ ઈસ્ટ ગોદાવરીના ટોંડગઈ વિસ્તારમાં કામ કરતા હતા. પવન કલ્યાણે કહ્યું છે કે જે પ્રકારે તેમની હત્ થઈ તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
READ ALSO
- રામમંદિરના નામે શરૂ થઇ દાનની અનૈતિક વસૂલી, રાષ્ટ્રીય બજરંગ દળ સામે એફઆઈઆર
- આ છે દુનિયાનું સૌથી રહસ્યમય અને ડરામણું જંગલ, જેમાં લોકો અંદર ગયા પછી નથી આવતા પરત
- જાણો આ વર્ષે કયારે છે વિવાહ માટેના શુભ મુહૂર્તો, કયારે-કયારે થશે માંગલિક કાર્યો
- દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું પીએમ મોદીએ કર્યું ઈ-લોકાર્પણ, લીલી ઝંડી બતાવીને ટ્રેનોને કરી રવાના
- દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ