GSTV

કોરોના પહોંચ્યો પત્રકારો સુધી, પત્રકાર પરિષદમાં કોરોના પોઝિટીવ મળી આવતા ચેપગ્રસ્ત થયા

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ ખૂદને ક્વોરન્ટાઈન કરી લીધા છે. તેમના રાજનીતિક સલાહકાર આર કે મિલગાનીની કોરોના વાયરસ અંગેની રિપોર્ટ પોઝીટીવ આવી છે. જે પછી તેમણે આ પગલું ભર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી દ્રારા 20 માર્ચના રોજ એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં એક પત્રકારની દિકરીના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, તમામ પત્રકારોને ક્વોરોન્ટાઈનમાં જવાનો વારો આવશે. ત્યારે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમા જ પત્રકારનો રિપોર્ટમાં પણ પોઝિટીવ આવ્યો છે.

કેટલા લોકો હાજર હતા ?

કમલનાથની આ પ્રેસવાર્તામાં કોરોના પોઝીટીવ દર્દીના પિતા અને વ્યવસાયે પત્રકાર એવા કે કે શ્રીવાસ્તવ પણ પહોંચ્યા હતા. આ પ્રેસ વાર્તામાં તેમણે પોતાના રાજીનામાની ઘોષણા કરી હતી. આ જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. સાથે જ 200 પત્રકારો ઉપસ્થિત હતા.

25 માર્ચે કોરોના પોઝીટીવ આવ્યો

આ સમયે સંક્રમિત યુવતીના પિતાએ મિગલાની સાથે મુલાકાત કરી હોવાની વાત સામે આવી રહી છે. મિગલાની કમલનાથની સાથે પડછાયાની માફક રહે છે. હાલ તેને કોઈ પરેશાની નથી. 21 માર્ચના રોજ મિગલાનીની તબિયત ખરાબ થઈ હતી. જે પછી 23 માર્ચના રોજ ભોપાલની સ્માર્ટ સિટી હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા. 25 માર્ચના રોજ તેની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી હતી.

રાજ્યમાં પાંચ નવા કેસ પણ સામે આવ્યા

ઈન્દોરના અલગ અલગ હોસ્પિટલમાં ભરતી એવી મહિલાઓ સહિત પાંચ દર્દીઓ કોરોના સંક્રમિત હોવાની આજ રોજ પુષ્ટિ થઈ છે. આ દર્દીઓમાંથી કોઈએ પણ ગત્ત દિવસોમાં વિદેશ યાત્રા નહોતી કરી. એટલે કે દેશની અંદર જ તેઓ આ ઘાતક બીમારીનો ભોગ બન્યા છે.

કર્ફ્યુથી મીડિયા મુક્ત છે

કલેક્ટર અને જિલ્લા દંડાધિકારી શ્રી લોકેશ જાટવે ઈન્દોર નગર નિગમની સીમામાં કરફ્યુંનું એલાન કર્યું છે. કલેક્ટર દ્રારા કરફ્યુમાં જે આદેશ આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ છે કે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને કોઈ પણ રીતના કરફ્યું પાસની જરૂર નથી. મીડિયાને મધ્યપ્રદેશમાં પણ કરફ્યુંથી મુક્ત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાનું ટ્રેન કનેક્શન: તબલિગી જમાતથી આ રીતે દેશમા ફેલાયો વાયરસ, 5 કેન્દ્રો બન્યા હોટસ્પોટ

Ankita Trada

લોકડાઉન વચ્ચે બોપલમાં ડી જેના તાલે ગરબા રમનાર પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

pratik shah

બોલીવુડમાં Coronaનો પગ પેસારો, ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ ફિલ્મના પ્રોડ્યુસરની દિકરીનો ટેસ્ટ પોઝીટીવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!