GSTV
Cricket Trending

આ ક્રિકેટરે એક જ ઈનિંગમાં કર્યા 307 રન

એક ઑસ્ટ્રેલિયાઇ બેટ્સમેને ડોમેસ્ટિક મેચમાં 307 રન કરવાની ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. તેની ઇનિંગની ચર્ચા એટલા માટે છે કેમકે ટીમના કુલ સ્કોરના 86.72% રન એકલા આ જ બેટ્સમેને કર્યા અને આ ઇનિંગમાં તેણે 40 સિક્સર્સ પણ ફટકારી. આ બેટ્સમેનનું નામ જોશ ડંસ્ટન છે. રસપ્રદ વાત એ છે કે  જોશ ડંસ્ટને આ ઇનિંગ માત્ર 35-35 ઑવર્સની મેચમાં રમી હતી.

દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં સ્થિત આગસ્તાની ટીમમાં પાંચ બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના જ પાછા પેવેલિયન જતા રહ્યા હતા. જોશ ડંસ્ટનના 307 રનોના સ્કોર બાદ બીજો સૌથી વધારે સ્કોર 18 રનનો રહ્યો. જોશ ડંસ્ટને સાતમી વિકેટ માટે બેન રસેલ સાથે 203 રનની ભાગીદારી કરી હતી. જોકે આ 203 રનોમાં રસેલનું યોગદાન માત્ર પાંચ રનનું હતું.

આ છે વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ:

જોશના 307 રનની મદદથી તેમની ટીમે કુલ 354 રન કર્યા એટલે કે ટીમના કુલ સ્કોરના 86.72% રન જોશે કર્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટની જો વાત કરવામાં આવે તો કુલ સ્કોરમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવિયન રિચર્ડ્સના નામ પર છે. 1984માં રિચર્ડ્સે ઑલ્ડ ટ્રેફર્ડના ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડની સામે 189 રન  કર્યા જે પછી તેમની ટીમનો સ્કોર 9 વિકેટ પર 272 હતો. ટીમના કુલ સ્કોરના 69.48% રન રિચર્ડ્સે બનાવ્યા હતા.

 

Related posts

Gym Diet/ જીમ કર્યા પછી શું પાણી પીવું જોઈએ? સ્વાસ્થ્ય સાથે ન કરો ચેડાં, જાણો સત્ય

Damini Patel

સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’

Damini Patel

Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર

Damini Patel
GSTV