GSTV
Gujarat Government Advertisement

Corona: ઇંગ્લેન્ડના આ ધુરંધરે વર્લ્ડ કપ જર્સીની કરી હરાજી, કોરોના પીડિતો માટે એકઠુ કર્યુ આટલુ ફંડ

corona

Last Updated on April 9, 2020 by Bansari

ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ હિરો જોશ બટલરે Corona મહામારી સામે લડવા માટે તેની વર્લ્ડ કપની ફાઈનલની ટીશર્ટની હરાજી કરી હતી. વેબપોર્ટલની મદદથી યોજાયેલી હરાજીમાં બટલરની ટીશર્ટના ૬૫ હજાર પાઉન્ડ એટલે કે આશરે ૬૨ લાખથી વધુ  રૃપિયા ઉપજ્યા હતા. બટલર આ રકમને Coronaના દર્દીઓનો ઈલાજ કરી રહેલી સ્થાનિક હોસ્પિટલને દાનમાં આપી દેશે.

બટલરે આ ટીશર્ટ વર્લ્ડ કપની ફાઈનલમાં પહેરી હતી. ઈંગ્લેન્ડના વિકેટકિપર બટલરે વર્લ્ડ કપની ફાઈનલની સુપર ઓવરના આખરી બોલ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ગપ્ટિલને રનઆઉટ કર્યો હતો. જેની સાથે સુપર ઓવર પણ ટાઈ થઈ હતી અને મેચમાં જે ટીમે વધુ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હોય તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જેના પરિણામે ઈંગ્લેન્ડની ટીમે સૌપ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

વિકેટકિપર બેટ્સમેન બટલરે તેની ટીશર્ટ લંડનમાં આવેલી રોયલ બ્રોમ્પ્ટોન એન્ડ હેરફિલ્ડ હોસ્પિટલના હૃદય અને કિડની વિભાગને નાણાંકીય મદદ મળી રહે તે માટે હરાજી કરી હતી. બટલરની ટીશર્ટ પર તેના વર્લ્ડ કપની સાથીઓના ઓટોગ્રાફ પર હતા.

એક સપ્તાહ અગાઉ વેબપોર્ટલ પર આ ટીશર્ટને હરાજી માટે મૂકવામાં આવી હતી. જે અંગે અત્યાર સુધીમાં કુલ ૮૨ બોલી લગાવવામાં આવી હતી. જેના અંતે સર્વાધિક ૬૫,૧૦૦ પાઉન્ડની બોલી લગાવનાર વિજેતા બન્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ, ખોટા કેસમાં ફસાવાની આપી ધમકી

Pravin Makwana

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ થાળી વાટકી વગાડી કર્યો હોબાળો, પોલીસે તમામની કરી ધરપકડ

Pravin Makwana

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!