GSTV

રાજસ્થાન રોયલ્સને મોટો આંચકો, આજની મેચમાં ચેન્નાઈ સામે નહીં રમી શકે આ દિગ્ગજ

ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન જોઝ બટલર મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગની ટી20 ક્રિકેટ મેચમાં રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચમાં રમી શકશે નહીં. તે પોતાના પરિવાર સાથે યુએઈમાં આવ્યો છે અને હાલમાં તે ક્વોરન્ટાઇનમાં છે.

અહીં મારા પરિવાર સાથે આવ્યો છું

તેણે રોયલ્સના ઇન્સ્ટાગ્રામ લાઇવ પર કહ્યું હતું કે, ‘હું કમનસીબે રાજસ્થાન રોયલ્સ માટે પહેલી મેચ નહીં રમી શકું કારણ કે હું ક્વોરન્ટીનના સમયગાળામાં છું. આની જરૂર એટલે પડી કારણ કે હું અહીં મારા પરિવાર સાથે આવ્યો છું.

ખેલાડીઓ આઈપીએલ માટે યુએઈ આવ્યા

તેણે કહ્યું કે, ‘લોકડાઉન દરમિયાન મને મારા પરિવાર સાથે રહેવાથી ખૂબ મદદ મળી હતી.’ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16મી સપ્ટેમ્બરે લિમિટેડ ઓવરની સિરીઝ પૂરી થયા બાદ બંને દેશોના કુલ 21 ખેલાડીઓ આઈપીએલ માટે યુએઈ આવ્યા છે. ખેલાડીઓ ઇંગ્લેન્ડના બાયો-બબલથી યુએઇના બાયો-બબલમાં ચાર્ટર્ડ વિમાન દ્વારા આવ્યા હતા, તેથી બીસીસીઆઈએ તેમના ક્વોરન્ટાઇનના સમયગાળાને છ દિવસને બદલે 36 કલાકમાં ફેરવી નાખ્યો હતો.

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ખોટ

બટલર પોતાના પરિવાર સાથે યુએઈ એક અલગ વિમાનમાં પહોંચ્યો હતો, જેને કારણે તેને છ દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. ટીમને પહેલેથી જ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ખોટ પડે છે, જે હાલમાં પોતાના બીમાર પિતાની સંભાળ લેવા ન્યુઝીલેન્ડમાં છે. તે ક્યારે ટીમમાં જોડાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!