GSTV
Gujarat Government Advertisement

જોઝ બટલરની ક્રિકેટ કારકિર્દી પર લટકતી તલવાર, આ છે કારણ

જોસ

Last Updated on July 14, 2020 by Bansari

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર ડેરેન ગોફનું માનવું છે કે લય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહેલા વિકેટકીપર-બેટ્સમેન જોઝ બટલર વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની બાકીની બે ટેસ્ટમાં સારું પ્રદર્શન કરવામાં સફળ ન રહ્યો તો ટીમમાં તેનું સ્થાન જોખમમાં છે.
જોઝ બટલર છેલ્લી 12 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. તેણે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બ્લેકવૂડનો કેચ છોડ્યો હતો. ત્યાર બાદ બ્લેકવૂડે શાનદાર 95 રન ફટકાર્યા હતા અને ઇંગ્લેન્ડના હાથમાંથી તે વિજય આંચકી ગયો હતો. વિન્ડિઝનો ચાર વિકેટે વિજય થયો હતો. ઇંગ્લેન્ડ માટે 58 ટેસ્ટમાં 229 વિકેટ ઝડપનારા ડેરેન ગોફે કહ્યું કે, ‘મારું માનવું છે કે બટલર પાસે પોતાની ટેસ્ટ કારકિર્દી બચાવવા માટે માત્ર બે ટેસ્ટ મેચ છે. તેનામાં શાનદાર ટેલેન્ટ છે, ઘણા બધા બાળકો તેનાથી પ્રેરણા લે છે. તેની પાસે બધી પ્રકારના શોટસ છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં તમારે જલ્દી આઉટ થવાથી બચવાનું હોય છે અને તે આમ કરી શકતો નથી.’

આ બે ખેલાડીઓને ટીમમાં કરવા જોઇએ સામેલ

ગોફે ઉમેર્યું હતું કે ઇંગ્લેન્ડે સ્ટુઅર્ડ બ્રોડ અને ક્રિસ વોક્સને ટીમમાં સ્થાન આપવું જોઈએ જેમને કાર્યકારી કેપ્ટન બેન સ્ટોક્સે નજરઅંદાજ કર્યા હતા. મારા મતે આગામી મેચમાં સ્ટુઅર્ટ બ્રોડ ટીમમાં હશે. હું માર્ક વૂડ અને એન્ડરસનને આરામ આપીને ઓલ્ડ ટ્રેફર્ડમાં બ્રોડ અને વોક્સ સાથે રમવાનું પસંદ કરીશ.’ તેમણે કહ્યું, ‘એક પછી એક ટેસ્ટ મેચ છે, તેથી તમે રોટેશન નીતિ અપનાવીને ત્રીજી મેચમાં એન્ડરસન અને માર્ક વૂડને ફરીથી તક આપી શકો છો.’

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!