GSTV
Gujarat Government Advertisement

ભાવુક સંદેશ સાથે વૉર્ન, બટલર અને સ્ટૉક્સે રાજસ્થાન રૉયલ્સને કહ્યું અલવિદા

Last Updated on May 16, 2018 by Bansari

ઇન્ડિયન પ્રિમિયર લીગના પ્લેઑફમાં પહોંચવા માટે રાજસ્થાન રૉયલ્સની આશાઓ લગભગ નિરાશામાં તબદીલ થઇ ગઇ છે. મંગળવારે સાજસ્થાન રૉયલ્સને કલકત્તા નાઇટ રાઇડર્સની સામે 6 વિકિટે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ ટીમના મેન્ટર શેન વૉર્ન, ઓપનિંગ બેટ્સમેન જોસ બટલર અને ઑલ રાઉન્ડર બેન સ્ટોક્સ માટે અંતિમ મેચ હતી. બટલર અને સ્ટૉક્સ સ્વદેશ પરત ફરીને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાશે. બંને પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ સીરીઝ માટે ટીમનો હિસ્સો છે.તેવામાં શેન વૉર્ન પણ રાજસ્થાન રૉયલ્સનો સાથ છોડીને પરત પરી રહ્યા છે. આ ત્રણેયે પરત ફરતા પહેલા ટીમ માટે એક ભાવુક સંદેશ લખ્યો છે.

બટલર માટે આ સીઝન સારી રહી અને તેમણે સતત પાંચ અડધી સદી ફટકારી. તેના જ દમ પર ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં તેમની વાપસી થઇ છે.બટલરે ભારતથી રવાના થતા પહેલા લખ્યું કે, તમામનો આભાર. રાજસ્થાન રૉયલ્સની સાતે રાસો સમય પસાર થયો. ભારતમાં ગત કેટલાંક અઠવાડિયા ખૂબ જ શાનદાર રહ્યા. સૌની સાથે વિતાવેલો સમય ખૂબ જ સારો રહ્યો.

તેવામાં સ્ટૉક્સે કેકેઆરની સામે મેચ પહેલા જ રાજસ્થાન રૉયલ્સ માટે એક ખાસ મેસેજ લખ્યો હતો. સ્ટૉક્સે સાથે જ લખ્યું કે તે પોતાના પ્રદર્શનથી ખૂબ જ નિરાશ છે. પરંતુ તે ટીમ માટે જે કરી શકતા હતાં તે તેમણે કર્યુ.

સાથે જ શેન વૉર્ને પણ ટીમને  ભાવુક સંદેશ સાતે અલવિદા કહ્યું અને સાથે જ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો.

Gujarat Government Advertisement

Related posts

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખતરા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!