GSTV
Gujarat Government Advertisement

‘મારી સફળતા પાછળ ધોનીનો હાથ’ ઑસ્ટ્રેલિયન કેપ્ટનને બટલરનો જડબાતોડ જવાબ

Last Updated on June 26, 2018 by Bansari

ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે પાંચ મેચોની સિરિઝની અંતિમ વનડે રમાઇ હતી. ઇંગ્લેન્ડે અંતિમ મેચમાં એક વિકેટે વિજય મેળવીને સીરીઝ 5-0થી પોતાના નામે કરી. આ સીરીઝ પૂરી થયા બાદથી મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ચર્ચાઇ રહ્યું છે. તમને નવાઇ લાગશે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ધોનીનું શું કામ, તો ચાલો તમને જણાવીએ કે શું છે આખો મામલો.

હકીકતમાં અંતિમ મેચમાં જોસ બટલરે એકલાહાથે ઇંગ્લેન્ડને વિજય અપાવ્યો હતો. બટલર ઇંગ્લેન્ડના વિકેટકિપર-બેટ્સમેન છે. મેચ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને કહ્યું હતું કે ધોની એક સારો ક્રિકેટર છે પરંતુ હાલના સમયમાં જોસ બટલર દુનિયાનો શ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેન છે. આ નિવેદન ધોનીના ફેન્સને પસંદ ન આવ્યું પરંતુ બટલરે ધોની માટે જે કહ્યું છે જે ધોનીના ફેન્સને જરૂર પસંદ આવશે.

અંતિમ વનડેમાં સદી ફટકારીને ઇંગ્લેન્ડને એકલાહાથે શાનદાર વિજય અપાવનાર બટલરે મેચ બાદ કહ્યું હતુ કે, મારી સફળતા પાછળ ધોનીનો જ હાથ છે.  જ્યારે તમે મેદાન પર આવી જાઓ છો તો તમે કંઇકને કંઇક કરી શકો છો. હું ફક્ત પ્રયાસ કરી રહ્યો હતો કે તણાવ ઓછો કરૂ અને વિચારી રહ્યો હતો કે ધોની આ પરિસ્થિતીમાં હોય તો તે શું કરે. તેઓ એકદમ શાંત અને નિયંત્રિત રહે છે તેથી મે પણ તે જ કર્યુ.

ઉલ્લેખનીય છે કે બટલર હાલ શાનદાર ફોર્મમાં છે તેથી સતત તેની તુલના ધોની સાથે કરવામાં આવી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!