GSTV
Gujarat Government Advertisement

IPL : રાજસ્થાન રૉયલ્સને આંચકો, મેચ વિનર ખેલાડી છોડશે ટીમનો સાથ

Last Updated on May 16, 2018 by Bansari

આઇપીએલ ટૂર્નામેન્ટના પ્લેઑફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રૉયલ્સને એક મોટો ઝાટકો લાગ્યો છે. તેની ટીમનો મેચ વિનર ખેલાડી જૉસ બટલર સીઝનની અધવચ્ચે જ ટીમનો સાથ છોડશે. બટલરે પાકિસ્તાનની સામે લાડ્રૂસમાં 24મેથી રમાનાર ક્રિકેટ ટેસ્ટ માટે આજે ઘોષિત ઇંગ્લેન્ડની 12 સભ્યોની ટીમમાં વાપસી કરે છે. તેનાથી તે સાબિત થાય છે કે બટલર રાજસ્થાન માટે 19મેના રોજ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમાનાર મેચમાં સામેલ નહી થાય.

પૂર્વ ટેસ્ટ બેટ્સમેન એડ સ્મિથના રાષ્ટ્રીય પસંદગીકાર બન્યા બાદ ઘોષિત ઇંગ્લેન્ડની પહેલી ટીમમાં સમરસેટના ઑફ સ્પિનર ડોમ બેસને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ઇંગ્લેન્ડના હાર દરમિયાન સારુ પ્રદર્શન કરનાર શિર્ષ ક્રમના બેટ્સમેન જેમ્સ વિંસને સમરસેટ સામે હેંપશર તરફથી સોમવારે અણનમ 201 રનની ઇનિંગ રમ્યા બાદ પણ ટીમ માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બટલરે પોતાની છેલ્લી ટેસ્ટ ભારતની સામે ડિસેમ્બર 2016માં રમિ હતી અને તેનું અત્યારસુધીનું 18 ટેસ્ટનું કરિયર ખાસ પ્રભાવશાળી નથી રહ્યું.

વિકેટકિપર બેટ્સમેન બટલરને બે ટેસ્ટ સિરિઝની પહેલી મેચ માટે વિશુદ્ધ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમમાં વિકેટકિપર બેટ્સમેન તરીકે બટલરનું સ્થાન લેનાર જૉની બેયરસ્ટા પોતાનું સ્થાન યથાવત રાખવામાં સફળ રહ્યો છે. ટીમની કેપ્ટન્સી ફરી એકવાર જૉ રૂટને સોંપવામાં આવી છે. બટલર હાલ ઇંન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહ્યા છે જ્યાં તેની ગત ત્રણ ઇનિંગ્સ 95,94 અને 81 રનની છે.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!