GSTV
Home » News » ક્રિકેટના ઇતિહાસમાં આવું બીજી વાર થયું, 35 ઓવર બાદ કોઇ બેટ્સમેન આવ્યો અને સદી મારી ગયો

ક્રિકેટના ઇતિહાસમાં આવું બીજી વાર થયું, 35 ઓવર બાદ કોઇ બેટ્સમેન આવ્યો અને સદી મારી ગયો

આ વખતે જેને પણ એમ પૂછીએ કે, વર્લ્ડ કપ 2019 કોણ જીતશે, તો દર ત્રીજી વ્યક્તિના મોંએ ઈંગ્લેન્ડનું નામ જ આવે છે. આ પહેલાં ઈંગ્લેન્ડ ક્યારેય વર્લ્ડ કપનું પ્રબળ દાવેદાર રહ્યું નથી. તેનું એક કારણ એ પણ છે કે, આ વખતે વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં જ રમાઇ રહ્યો છે. વર્લ્ડકપ પહેલાં ઈંગ્લેન્ડની પાકિસ્તાન સાથે એક વનડે સીરીઝ છે, જેમાંની એક મેચ 11 મેએ સાઉથ થૈંપ્ટનમાં થી. ઈંગ્લેન્ડ ટૉસ હારી ગયું અને પાકિસ્તાને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો. ઈંગ્લેન્ડ બહુ સારી રમી રહ્યું હતું અને 35.1 ઓવરે રૂટ આઉટ થયા અને જોસ બટલર આવ્યા. આ સમયે સ્કોર 211/3 હતો.

બટલરે આવીને જ પહેલા 33 દડામાં 50 રન માર્યા. આ સમયે 44 ઓવર થઈ ગઈ હતી અને બટલરની અવિરત બેટિંગ ચાલું હતી. બાકીની 6 ઓવરમાં તેણે પાકિસ્તાનને બહુ ધોયું અને માત્ર 49 દડામાં 100 રન પૂરા કરી દીધા.

પાકિસ્તાને પણ પાછળ પૂરી મહેનત કરી, છતાં 12 રને હારી ગયા.

સૌથી મહત્વની વાત એ છે કે, ક્રિકેટ જગતમાં આવું પહેલીવાર થયું છે, જ્યારે 35 ઓવર પૂરી થયા બાદ કોઇ બેટ્સમેન મેદાનમાં આવે અને સદી મારીને જાય. આ પહેલાં બટલરના 110 રન પહેલાં આ જ રીતે એબી ડિવિલિયર્સ સદી બનાવી ચૂક્યા છે. એબી 38મી ઓવર પૂરી થયા બાદ મેદાનમાં આવ્યા હતા. 2015માં વેસ્ટઈન્ડીઝ સાથે થયેલી આ મેચમાં 44 દડામાં 149 રન બનાવ્યા આવ્યા હતા.

બટલરનું આ ફોર્મ જોતાં આ વખતે અંદાજો લગાવી શકાય છે કે, ઈંગ્લેન્ડની ટીમ આ વખતે કરામત બતાવી શકે છે. વર્લ્ડકપ ટૂર્નામેન્ટ 30મેથી શરૂ થશે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!