GSTV
Home » News » IPL 2019: રાજસ્થાનને બીજો ઝટકો, આજિંક્ય બાદ હવે આ ધાકડ ખેલાડી પણ થયો ટીમમાંથી બહાર

IPL 2019: રાજસ્થાનને બીજો ઝટકો, આજિંક્ય બાદ હવે આ ધાકડ ખેલાડી પણ થયો ટીમમાંથી બહાર


ઇન્ડિયન ટી-20 લીગની 12મી સીઝન રાજસ્થાન રૉયલ્સ માટે  દુસ્વપ્ન સમાન રહી છે. ટીમમાં અનેક દિગ્ગજો હોવા છતાં અને સ્ટીવ સ્મિથની વાપસી થવા છતાં ટીમે શનિવાર પહેલાં રમાયેલી 8 મેચમાં માત્ર 2 જ મેચમાં જીત મેળવી છે. પોઇન્ટ્સ ટેબલમાં ટીમ હાલ 7મા નંબરે છે. ટીમની કેપ્ટન્સી પણ આજિંક્યના બદલે સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે. ટીમ હાલ પ્લેઑફની દોડમાંથી બહાર થતી નજરે પડી રહી છે.

શનિવારે મુંબઇ સામેની મહત્વપૂર્ણ મેચ પહેલાં રાજસ્થાનને મોટો ઝટકો લાગ્યો જ્યારે બટલર પ્લેઇંગ ઇલેવનમાં ન હતો. કેપ્ટન સ્મિથે જાણકારી આપી હતી કે બટલર ઇંગ્લેન્ડ પરત ગયો છે અને તે નહી રમે.

હકીકતમાં બટલર પિતા બનવા જઇ રહ્યો છે અને તે પોતાના બાળકના આગમનની ખુશી પોતાની પત્ની સાથે સેલિબ્રેટ કરવા માંગે છે તેથી તે સ્વદેશ પરત ફર્યટો છે. તે થોડો સમય પત્ની અને પરિવાર સાથે પસાર કરશે. તે પરત ફરે એવી આશા ઓછી છે કારણ કે તેણે ઇંગ્લેન્ડ તરફથી વર્લ્ડ કપ પણ રમવાનો છે જેના માટે તે ટીમ સાથે પ્રેક્ટિસ કરશે.

રાજસ્થાન તરફથી રમતા જોસ બટલરે 8 મેચમાં 38.87ની સરેરાશ અને 151.70ની સ્ટ્રાઇક રેટથી 311 રન બનાવ્યા છે. બટલરે આ દરમિયાન 3 અડધી સદી ફટકારી છે.

Read Also

Related posts

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

Mansi Patel

આ 6 ફિલ્મી કલાકારોનું દાવ પર છે ભવિષ્ય, એક્ઝિટ પોલે આશા જન્માવી

Dharika Jansari

લોકસભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!