GSTV
Gujarat Government Advertisement

જોઝ બટલરે તેની જબરદસ્ત ઇનિંગ્સનું રહસ્ય જાહેર કર્યું

Last Updated on October 20, 2020 by Mansi Patel

જોઝ બટલરે સોમવારે શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ  માટે મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. 126 રનના નાનકડા લક્ષ્યનો પીછો કરતાં રાજસ્થાનની ટીમે 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને વિકેટ પર બેટિંગ કરવું મુશ્કેલ હતું. ત્યાર બાદ બટલરે ટીમને જીતવા માટે કેપ્ટન સ્ટિવ સ્મિથ સાથે 98 રનની ભાગીદારી નોંધાવી હતી. બટલરે 48 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા અને આ ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બટલરે મેચ બાદ કહ્યું, ‘અમે કેટલીક મેચ હારી ગયા હતા, તેથી આ મેચ જીતવી અમારી માટે સારી બાબત છે. હું મારી બેટિંગમાં ઉર્જા સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે મને લાગ્યું કે છેલ્લી મેચમાં ન હતી. મને ક્રિઝ પર વધુ આરામદાયક લાગ્યું. તે એક શાનદાર અહેસાસ હતો.’

બટલરે કહ્યું, ‘ટી-20 ક્રિકેટમાં ખરાબ ફોર્મ માટે તમે પોતાને વાંક આપી શકો છો કારણ કે તમને વધુ બોલ રમવાની તક નથી મળતી, પરંતુ તમારે તમારા પર વિશ્વાસ કરવો પડે છે.’ જોઝ બટલર સામાન્ય રીતે ઓપનિંગમાં બેટિંગ કરવા આવતો હોય છે. તે આ સિઝનમાં એક ઓપનર તરીકે શરૂઆતની મેચોમાં પણ રમ્યો હતો, પરંતુ બેન સ્ટોક્સના આગમનથી તે મધ્યમ ક્રમમાં બેટિંગ કરવા આવ્યો છે. બટલરે કહ્યું, ‘જો અમે જીતીએ છીએ તો આ સારી બાબત છે, જ્યાં ટીમ ઇચ્છે ત્યાં બેટિંગ કરીને હું ખુશ છું.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!