GSTV

કોહલીને પછાડી આ ખેલાડી બન્યો વર્ષ 2018નો No. 1 બેટ્સમેન

Last Updated on August 12, 2018 by Arohi

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જોની બેયરસ્ટોએ વિરાટ કોહલીને પાછળ છોડીને વર્ષ ૨૦૧૮માં અત્યાર સુધીના સૌથી વધારે રન બનાવવા વાળો બેસ્ટમેન બની ગયો છે. વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૮માં ક્રિકેટના ત્રણ ફોર્મેટ્સને ભેગા કરીને ટોટલ 1,389 રન બનાવ્યા છે.

ત્યાં જ લોર્ડ્સ ટેસ્ટમાં 93 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટોએ અત્યાંર સુધી 1,482 રન બનાવી લીધા છે. તેઓએ આ વર્ષની અત્યાર સુધીની વનડે મેચમાં 970, ટેસ્ટમાં 445 અને ટી-20માં 67 રન બનાવ્યા છે. વિરાટ કોહલી વનડેમાં આ વર્ષે 749 રનની સાથે ચોથા નંબરે છે. ત્યારે ટેસ્ટમાં 509 રનની સાથે છઠ્ઠા નંબર પર છે.

બેયરસ્ટો ટેસ્ટમાં 445 રનની સાથે 8માં નંબર પર છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઈનીગમાં બનાવેલા 107 રનના જવાબમાં ઇંગ્લેન્ડએ ત્રીજા દિવસે સ્ટમ્પ્સના સમયે 357/6 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગલેન્ડની પાસે ૨૫૦ રનની લીડ છે અને ૪ વિકેટ બાકી છે. ઑલરાઉન્ડર ક્રીસ વોક્સ ૧૨૦ રન બનાવીને નોટ આઉટ છે અને સેમ કુરેન ૨૨ રન બનાવી તેમનો સાથ આપી રહ્યો છે. જોની બેયરસ્ટો ૯૩ રન બનાવીને આઉટ થયા.

 

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

Tokyo Olympics Medal Tally / ચીન 32 ગોલ્ડ સાથે હજુ પણ ટોચ પર, જાણો ભારત મેડલ ટેલીમાં ક્યા સ્થાને

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!