GSTV
India News Trending

પૂર્વ લદ્દાખમાં વધી રહેલી તંગદીલીને જોતા આ બંન્ને સેન્ય વડાઓ ચીન વિરુદ્ધ બનાવી રહ્યાં છે સંયુક્ત યુદ્ધ રણનીતિ

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથેની તંગદીલીને જોતા દેશની ત્રણેય સેનાઓની તૈયારીઓ તેની ચરમસીમા પર છે. વળી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ બન્યાનાં 10 મહિના બાદ નેશનલ ડિફેન્સ એકેડેમીની એક બેચથી બહાર આવેલા બંન્ને કોર્સમેટ દેશનાં ભુમિ દળ અને હવાઇ દળનું નેતૃત્વ કરી રહ્યાં છે.એક છે ભુમિદળનાં વડા મનોજ મુકુંદ નરવણે અને બીજા છે હવાઇ દળનાં વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા. તેવામાં જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે વધી રહેલી તંગદીલીને જોતા બંન્ને સેનાઓના વડાઓ ચીન વિરુદ્ધ સંયુક્ત યુદ્ધની રણનીતિ બનાવી રહ્યાં છે.

બંન્ને પાક્કા મિત્રો

હકીકતમાં લેહ હવાઈ ક્ષેત્રમાં એક તરફ ભારતીય વાયુ સેનાના C-17s, Ilyushin-76s અને C-130J સુપર હરક્યૂલિસ વિમાન રાશન અને અન્ય જરૂરી સામાનોને પહોંચાડી રહ્યાં છે તો તેની સાથે તે દરેક તરફથી ચીનની સેનાનો મુકાબલો કરવા માટે પણ તૈયાર છે.
લદ્દાખ વિસ્તારમાં તૈનાત એક વરિષ્ઠ વાયુ સેના કમાન્ડરે જણાવ્યું કે, હવાઇ દળનાં હેડક્વાર્ટરની સુચનાં સ્પષ્ટ છે કે સેના અને અન્ય સુરક્ષા દળો દ્વારા જે પણ જરૂરીયાત છે તેને પૂરી કરવાની છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા એનડીએના દિવસોથી પરિચિત છે અને ત્યારથી બંન્ને પાક્કા મિત્રો છે.

ચીની સેના વિરુદ્ધ કાર્યવાહીની યોજના બનાવે છે

ફોર્વર્ડ એરિયામાં તૈનાત સેનાના એક અધિકારીએ કહ્યું કે, આ દિવસોમાં રક્ષા કર્મચારીઓના પ્રમુખ જનરલ બિપિન રાવત અને બે સેનાઓના પ્રમુખ હંમેશા ચર્ચા કરે છે અને ચીની સેના વિરુદ્ધ કાર્યવાહીની યોજના બનાવે છે, જે ક્ષેત્ર સ્તર પર મદદ કરી રહી છે. બંન્ને સેના સંયુક્ત રૂપથી કામ કરી રહી છે.ભારતીય સેના જે ચીની સેના વિરુદ્ધ તણાવની સ્થિતિમાં તૈનાત છે તે પણ નિયમિત રૂપથી ભારતીય વાયુ સેનાને પોતાની ડોમેન જાગરૂકતા વધારવા માટે જમીન પર વાસ્તવિક સ્થિતિમાં અપડેટ કરી રહી છે. આ સિવાય તેણે બગડવાની સ્થિતિમાં સંયુક્ત રૂપથી કેટલાક ઓપરેશનની યોજના બનાવી છે. આ પ્રયાસને જમીન પર જોઈ શકાય છે કારણ કે બંન્ને સેનાઓ ચીન અને પાકિસ્તાન બંન્નેનો લદ્દાખ સેક્ટરમાં સામનો કરવાની તૈયારી કરી રહી છે.

અમારા હેલીકોપ્ટરોની લિફ્ટ ક્ષમતા એક મોટુ વરદાન સાબિત થઈ રહી છે

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિત નિયંત્રણ રેખા અને લેહથી રસ્તા પર ચીન અને ભયંકર ઠંડી બંન્નેનો સામનો કરી રહેલા સૈનિકોને આપૂર્તિ પ્રદાન કરવા માટે સિંધુ નદીની ઉપર ચિનૂકને ઉડતા જોઈ શકાય છે. તો એલએસીની પાસે ટેન્ક યુદ્ધાભ્યાસ કરવામાં કોઈ કસર છોડવામાં આવી નથી. આ સાથે વાયુ સેનાના ચિનૂક અને Mi-17V5s હેલીકોપ્ટરોને લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) તરફ ઉડાન ભરી રહ્યાં છે. તો સરહદ ક્ષેત્રોમાં ઠંડીનો સામનો કરવા ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.14 કોરના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યુ કે, અમારા હેલીકોપ્ટરોની લિફ્ટ ક્ષમતા એક મોટુ વરદાન સાબિત થઈ રહી છે. અમે કન્ટેનર ઉઠાવવા અને સ્થાણાંતરિત કરવાની સ્થિતિમાં છીએ, જેના દ્વારા અમે પૂર્વી લદ્દાખમાં સૈનિકો માટે શેલ્ટર બનાવવામાં સફળતા મેળવી રહ્યાં છીએ.

ચિનૂક દૈનિક આધાર પર સરહદી વિસ્તારમાં જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે

આ સિવાય ચિનૂક અને અપાચે હેલીકોપ્ટર ભારતીય વાયુ સેના મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ચિનૂક દૈનિક આધાર પર સરહદી વિસ્તારમાં જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે, જ્યારે અપાચે મોટા પાયા પર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં સિંધુ અને અન્ય નદીઓના વધુ ઉંચાઈ વાળા વિસ્તૃત ઘાટીમાં એક ટેન્ક યુદ્ધમાં લાગેલા છે.ભુમિ દળ અને હવાઇ દળના અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ એવા ક્ષેત્ર છે જ્યાં બંન્ને દળોઓ પોતાના સંયુક્ત અને સારી રીતે કામ કરી શકે છે પરંતુ તે અનુભવે છે કે જ્યાં સુધી ચીનની સાથે સરહદ સંઘર્ષ પૂરો ન થાય, ત્યાં સુધી બંન્ને સેનાઓ સંયુક્ત રૂપથી યુદ્ધ લડવા માટે શ્રેષ્ઠ રીતે તૈયાર રહેશે.

READ ALSO

Related posts

ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ

GSTV Web Desk

ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી

GSTV Web Desk

વિષ્ણુએ ‘અફઝલ’ બનીને મુકેશ અંબાણીને આપી હતી ધમકી, ધરપકડ બાદ થયો મોટો ખુલાસો

Zainul Ansari
GSTV