GSTV
Home » News » દેશના 100થી વધુ ફિલ્મકારોએ BJPને વોટ ન આપવાની કરી અપીલ

દેશના 100થી વધુ ફિલ્મકારોએ BJPને વોટ ન આપવાની કરી અપીલ


ફિલ્મકારોનું કહેવું છે કે મોબલિંચીંગ અને ગૌરક્ષાના નામે દેશને સાપ્રંદાયિકતાના આધારે વહેંચવામાં આવી રહ્યો છે. કોઈ પણ સંસ્થા અથવા વ્યકિત સરકારની સામે પડે છે તો તેને દેશદ્રોહી અથવા રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે.

દેશના 100થી વધુ ફિલ્મકારોએ ભાજપને વોટ ન આપલાવી અપીલ કરી કારણ કે તેમનું માનવું છે કે ભાજપના શાસનમાં નફરતની રાજનિતીમાં વધારો થયો છે. ભારતના 100થી વધુ ફિલ્મકારો , નિર્માતાઓ લોકતંત્ર મંચ પર એકઠા થયાં. જેમાં આનંદ પટવર્ધન , એસએસ શશીધરન, સુદેવન , દીપા ધનરાજન સહીત ખ્યાતનામ ફિલ્મકારો જોડાયા.

ફિલ્મકારોએ આપ્યું આ નિવેદન

ફિલ્મકારોનું માનવું છે કે NDAના શાસનમાં ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિમાં વધારો થયો છે. દલિતો, મુસલમાન, ખેડૂતોને હાંસિયામાં ધકેલી દેવાયા છે. સેન્શરશિપમાં સતત વધારો થયો છે. જો 2019ની લોકસભાની ચૂંટણીમાં સમજદારીથી મતદાન નહીં કરવામાં આવે તો ફાંસીવાદ મુશ્કેલીમાં મૂકી દેશે.

READ MORE:

2014માં ભાજપ સત્તામાં આવ્યા પછી દેશમાં ધર્મના નામે ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે અને સરકાર પોતાના વાયદાઓ પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. મોબલિંચીંગ અને ગૌરક્ષાના નામે દેશને સાપ્રંદાયિકતાના આધારે વહેંચવામાં આવી રહ્યો છે. કોઈ પણ સંસ્થા સરકાર સાથે કોઈ બાબતે અસહમતિ દર્શાવે છે તો તેને દેશદ્રોહી અથવા રાષ્ટ્રવિરોધી ગણી લેવાય છે.

Related posts

ખાતામાં ના 15 લાખ આવ્યા, ના 6 હજાર, મોદી જ્યાં જાય છે ત્યાં ખોટુ બોલીને આવે છે: રાહુલ ગાંધી

Mayur

કોંગ્રેસે મને જેટલી ગાળો આપવી હોય તે આપે, બેંગકોક અને થાઈલેન્ડથી ગાળો ઈમ્પોર્ટ કરવી હોય તો તે કરી લાવે : મોદી

Mayur

વિશ્વ બેંક બાદ હવે IMFએ પણ મોદી સરકારને આપ્યો ઝટકો, વિકાસની ગતિને આ વર્ષ લાગી બ્રેક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!