GSTV
Home » News » કાશ્મીર મુદ્દા પર ચીને પાકિસ્તાનના સુરમાં સાથ આપ્યો, રજૂ કર્યુ સંયુક્ત નિવેદન

કાશ્મીર મુદ્દા પર ચીને પાકિસ્તાનના સુરમાં સાથ આપ્યો, રજૂ કર્યુ સંયુક્ત નિવેદન

ચીનનાં વિદેશ મંત્રી વાંગ યી એક દિવસની યાત્રા પર પાકિસ્તાન પહોંચ્યા હતા. અહી પાકિસ્તાન અને ચીનની વચ્ચે વાતચીત થઈ હતી, ત્યારબાદ એક સંયુક્ત નિવેદન રજૂ કર્યુ છે. આ નિવેદનમાં ચીનનું કહેવું છેકે, તે કોઈ પણ પ્રકારની એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરે છે. અને કાશ્મીર મુદ્દાનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ.

પાકિસ્તાનના ચીની મંત્રીને જમ્મૂ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ તેમણે કહ્યુકે, ચીન ઘાટીની પરિસ્થિતી ઉપર નજર રાખી રહ્યુ છે. પાકિસ્તાનની ભાષા બોલતા ચીને કહ્યુકે, કાશ્મીર મુદ્દો ઐતિહાસિક વિવાદ છે. જેનું સંયુક્ત રાષ્ટ્ર ઘોષણાપત્ર, પ્રાસંગિક યૂએનએસસી પ્રસ્તાવો અને દ્વિપક્ષીય સમજૂતીના આધાર પર શાંતિથી ઉકેલ લાવવો જોઈએ. ચીન કોઈ પણ એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરે છે, જે સ્થિતીને જટિલ બનાવે છે.

ઉલ્લેખનીય છેકે, કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ચીને જ સંયુક્ત રાષ્ટ્રમાં આ મામલે પાકિસ્તાનને સાથ આપ્યો હતો. તેનાં અનુરોધ પર બંધ રૂમમાં કાશ્મીરને લઈને બેઠક થઈ હતી. જોકે, પાકિસ્તાન અને ચીન પોતાના ઈરાદામાં અસફળ રહ્યા હતા. અને કોઈ પણ દેશે તેમને સાથ આપ્યો ન હતો.

READ ALSO

Related posts

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!