સાંધાનો દુખાવો ફક્ત હાથ પગ સુધી સિમિત નથી, હદય અને ફેફસા માટે પણ છે જોખમકારક… જાણો કઈ રીતે!

શું તમને કમરમાં દુખાવો છે? પીઠ અને સાંધામા દુખાવાને કારણે રાત્રે બરાબર સૂઈ નથી શકાતું ? જો સાંધાના દુખવાને કારણે રાત્રિ દરમિયાન ૩-૪ વાર તમારી ઊંઘ માં ખલેલ પહોચે છે કે તમારી ઊંઘ ઊડી જાય છે તો એ બાબતને નરમાશથી ના લો. આ બાબત ખૂબ જ ગંભીર છે. જો આવું થતું હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. કારણકે તમને સ્પોંડીલાઇટીસની ફરિયાદ હોય શકે છે. સ્પોંડી લાઇટીસથી હદય, ફેફસા અને અંતે આખા શરીરનું કોઈ પણ અંગ પ્રભાવિત થઇ શકે છે.

દિલ્હીના સાકેત વિસ્તારમાં મેક્સ હોસ્પિટલના રુમૈટોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. પી. ડી. રથએ જણાવ્યુ હતું કે, સ્પોંડીલાઇટીસને હળવાશથી લેવાથી ગંભીર રોગોનું જોખમ વધી જાઈ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આને લીધે મોટા આંતરડામાં સોજો આવે છે(કોલાઈટિસ). અને આંખને પણ નુકસાન પહોચી શકે છે.

સ્પોંડીલાઇટીસ એક એવો રોગ છે જે કમરના અને સાંધાના દુખવાથી શરૂ થાય છે અને ધીમે ધીમે શરીરના નીચેના ભાગમાં દુખાવો શરૂ થાય છે. સ્પોંડીલાઇટીસના કારણે સાંધામા સોજા ચડી જાઈ છે જેના લીધે અસહ્ય દુખાવો થાય છે.

ડો. રથ એ જણાવ્યુ કે સ્પોંડીલાઇટીસની ફરિયાદ યુવાનોમાં વધુ જોવા મળે છે. ખાસ કરી ને ૪૫ થી ઓછી વયના સ્ત્રી પુરુષમાં આ બીમારીના લક્ષણ જોવા મળતા હોય છે. તેમણે કહ્યું હતું કે સાંધાના દુખાવાની તપસ અવશ્ય કરાવવી જોઇયે કારણકે ઉમર વધતાં આ તકલીફ પણ વધી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter