GSTV
Health & Fitness Life Trending

ઠંડીમાં વધારો થતા સાંધાના દુખાવામાં કેમ થાય છે વધારો? આ વસ્તુઓનું કરો સેવન મળશે રાહત

શિયાળામાં ઠંડી વધતાની સાથે જ ઘણા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થઈ જાય છે. સાંધાનો દુઃખાવો મહિલાઓ અને વૃદ્ધ માટે સામાન્ય થઈ ગયો છે. આ ઉપરાંત જૂની ઈજાઓનો દુઃખાવો પણ ચાલુ થઈ જતો હોય છે. સાંધના દુખાવાને કારણે બેસતા કે ઉભા થતા સમયે મુશકેલી પડે છે. ઘણી વખત સાંધાના દુખાવો વધી જતા હોસ્પિટલ પણ જવુ પડે છે. સાંધાના દુખાવાને લોકોએ નજર અદાંજ ન કરવુ જોઈને પણ તેના માટે લોકોએ હંમેશા સતર્ક રહેવુ જોઈએ. જેમ-જેમ ઠંડી વધે છે તેમ તેમ હાડકાંમાં પણ દુખાવો પણ વધે છે. આવા સમયે હેલ્થી ડાયટ સાંઘાના દુખાવા માટે ખુબ જ ફાયદાકારક રહે છે. 

ડાયેટમાં સામેલ કરો આ ખોરાક

આ ખોરાકને તમારા ડાયેટમાં ઉપયોગ કરીને તમને ખાલી દુઃખાવામાં રાહત જ નહિં પરંતુ તમારા હાડકાને લાંબા સમય સુધી મજબૂત રાખવામાં મદદરૂપ બને છે. હેલ્થ એક્ષપર્ટ પ્રમાણે જો તમારા હાડકામાં ફ્રેકચર હોય તો તેને પણ ઝડપથી સાજા કરી શકો છો. તમારા ડાયટમાં કેલ્શિયમ, ઝિંક, વિટામિન ડી અને વિટામિન સી જેવા તત્વ ભરપૂર હોવા જોઈએ.

પહેલા તો જાણો શું કારણ છે સતત દુઃખાવાનું કારણ ?

સાંધાના દુઃખાવાનું મુખ્ય કારણ અમુક ઉમર પછી કુદરતી રૂપે સાંધામાં આવેલ લ્યુબ્રિકેશનનો પ્રમાણ ઓછો થવા લાગે છે જેથી હાડકામાં ઘસારો થાય છે. આ પરિણામે સ્નાયુઓના પેશીઓને નુકસાન પહોંચે છે અને સાંધામાં આંતરિક સોજો આવે છે, જેના કારણે ચાલવામાં ખુબ જ તકલીફ થાય છે.  

1. કોળાંના બીજ

કોળાંના બીજમાં ભારે માત્રામાં મેગ્નેશિયમ અને ઝિંક હોય છે જે બોન ડેન્સીટી વધારવામાં મદદરૂપ થાય છે. મેગ્નેશિયમ હાડકાઓને પણ મજબૂત કરવાનું કામ કરે છે.

2. તલ

તલ એક ગરમ ભોજન પદાર્ધ છે. તેનું સમયસર સેવન કરવાથી તમારા શરીરને કુદરતી રૂપે ગરમાવો મળે છે. તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, ઓમેગા 3 પ્રોટીનથી ભરપૂર હોય છે જે તમારા સાંધાના દુઃખાવામાં રાહત આપવા મદદ કરે છે.

3. સોયાબીન

સોયાબીનમાં અઢળક માત્રામાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસીડ જેવા ગુણ છે. આના સેવનથી સોજા અને દુઃખાવામાં રાહત મળી શકે છે. આ ઉપરાંત સોયાબીન નિયમિત ખાવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરને પણ ખૂબ ફાયદો મળે છે.

4. લીલા શાકભાજી

શિયાળો આવે કે તરત જ દરેક જગ્યાએ લીલા શાકભાજીઓ જોવા મળે છે. લીલા શાકભાજી ખાલી સાંધાના દુઃખાવા માટે જ નહિ પરંતુ પૂરા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલા શાકભાજીમાં ભરપુર વિટામીન હોય છે, શિયાળામાં નિયમિતપણે લીલા શાકભાજીનો રસ પીવો અને અલગ અલગ રીતે તેનું સેવન કરવું જોઈએ.

Also Read

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV