GSTV
Finance Trending

તમારા કામનું/ ઢળતી ઉંમરે દર મહિને જોઇએ છે પેન્શન? મોદી સરકારની આ 4 યોજનાઓ સાથે આજે જ જોડાઇ જાઓ

પેન્શન

જો તમને વૃદ્ધાવસ્થાની ચિંતા હોય તો તેના માટે સરકારની અનેક યોજનાઓ છે, જેમાં તમે દર મહિને થોડી-થોડી રકમનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવી શકો છો. આ યોજનાઓથી દેશભરમાં લાખો લોકો જોડાઇ ચુક્યા છે. હકીકતમાં સરકારની અનેક ગેરેન્ટી પેન્શન સ્કીમ્સ છે. જેની સાથે જોડાઇને તમે 60ની ઉંમરમાં એક નિશ્વિત રકમ દર મહિને પેન્શન તરીકે મેળવી શકો છો. આજે અમે તમને એવી જ ચાર યોજનાઓ વિશે જણાવી રહ્યાં છીએ.

42

અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના (APY) એ સરકારની સૌથી લોકપ્રિય પેન્શન યોજના છે. જો તમે સરકારી નોકરીમાં નથી, તો પછી તમે આ યોજનામાં જોડાઈ શકો છો. કેન્દ્ર સરકારની આ યોજનામાં, રોકાણકારોને નિવૃત્તિ પછી માસિક પેન્શન રૂ .1000 થી રૂ. 5,000 સુધીની ગેરંટી આપવામાં આવે છે. તમે પોસ્ટ ઑફિસ અને બેંકમાં અટલ પેન્શન ખાતું ખોલાવી શકો છો.

ફક્ત 18 થી 40 વર્ષની વયના લોકો જ અટલ પેન્શન યોજના હેઠળ અરજી કરી શકે છે, એટલે કે 40 વર્ષથી વધુ વય ધરાવતા લોકો આ યોજનામાં જોડાઈ શકશે નહીં. જો 18 વર્ષનો યુવક અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો તેણે 5000 રૂપિયા પેન્શન માટે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો રોકાણકાર 20 વર્ષનો હોય, તો તેને 60 વર્ષની વય પછી 1000 રૂપિયા માસિક પેન્શનની જરૂર હોય, આ માટે, તેણે 40 વર્ષ માટે માસિક 50 રૂપિયા રોકાણ કરવું પડશે. ઉમર વધવાની સાથે યોજના શરૂ કરનારા ખાતા ધારકોને રોકાણની રકમ વધુ ચૂકવવી પડે છે.

પેન્શન

પીએમ કિસાન માનધન યોજના

કેન્દ્ર સરકારે ખેડુતો માટે પેન્શન યોજના તરીકે કિસાન માનધન યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત રજીસ્ટર્ડ ખેડુતોને 60 વર્ષની વય પછી ઓછામાં ઓછુ 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. જો કોઈ ‘કિસાન માનધન યોજના’ સાથે 18 વર્ષની ઉંમરે જોડાય છે, તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. જ્યારે 30 વર્ષથી વધુ ઉંમર લોકોએ દર મહિને 110 રૂપિયા ચૂકવવા પડે છે અને જો 40 વર્ષની વય હોય, તો તેઓએ દર મહિને 200 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજનામાં માત્ર તે જ ખેડુતો જોડાઇ શકે છે કે જેમની પાસે 2 હેક્ટર સુધી જ ખેતીલાયક જમીન છે.

માનધન યોજનામાં આ રીતે ખોલાવો ખાતુ

પીએમ કિસાન માનધન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લઈને પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી લેવુ પડશે. નોંધણી માટે આધારકાર્ડ અને લેન્ડ રેકોર્ડની નકલની જરૂર પડશે. યોજના અંતર્ગત અરજદાર ખેડૂતે 60 વર્ષની ઉંમરે દર મહિને 55 થી 200 રૂપિયા ફાળો આપવો પડશે. આ પેન્શન ફંડનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) દ્વારા કરવામાં આવે છે. પીએમ કિસાન મહાધન માટે જેટલુ પ્રિમિયમ ખેડુતો ચૂકવશે, તેટલું જ ખેડૂતના ખાતામાં સરકાર પણ જમા કરે છે.

પેન્શન

પીએમ શ્રમ યોગી માનધન યોજના

કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના’ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે છે. વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના સાથે જોડાયેલા લોકોને 60 વર્ષની વય પછી 3000 રૂપિયા માસિક પેન્શન મળે છે. કોઈપણ ભારતીય નાગરિક કે જેની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં જોડાવા માટેની માસિક આવક રૂ .15,000 થી વધુ ન હોવી જોઈએ.

યોજનાનો ભાગ કોણ બની શકે?

આ યોજના ખાસ કરીને મેડ, મોચી, દરજી, રિક્ષા ચાલક, ધોબી અને મજૂર માટે શરૂ કરવામાં આવી છે. જો રોકાણકાર 18 વર્ષનો હોય, તો તેણે આ યોજનામાં દર મહિને 55 રૂપિયા, 30 વર્ષ માટે દર મહિને 110 રૂપિયા અને 40 વર્ષ સુધી દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો લાભ લેનાર પેન્શન પ્રાપ્ત થાય તે પહેલાં મૃત્યુ પામે છે, તો 50% પેન્શન તેના જીવનસાથીને આપવામાં આવશે.

પીએમ લઘુ વેપારી માનધન યોજના

નાના ઉદ્યોગો માટે સરકારે પ્રધાનમંત્રી લઘુ વેપાર માનધન યોજના શરૂ કરી છે. આ યોજનામાં પણ, 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી, માસિક 3000 પેન્શન આપવામાં આવે છે. જો કોઈ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાશે, તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. તેવી જ રીતે, જેઓ 30 વર્ષના છે તેમને 110 રૂપિયા અને 40 વર્ષ જુના 200 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ 60 વર્ષની વય સુધી જમા કરવાની રહેશે. જેટલી પ્રીમિયમની રકમ જમા કરવામાં આવશે, તેટલી જ રકમ સરકાર દ્વારા સભ્યના નામે જમા કરવામાં આવશે.

આજે તમારી નોંધણી સેવા કેન્દ્રો પર કરાવો

પીએમ નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2019 માં આ યોજના શરૂ કરી છે. તે મુખ્યત્વે નાના ઉદ્યોગપતિઓ માટે પેન્શન યોજના છે. જો તમે આ યોજનામાં જોડાવા માંગો છો, તો પછી તમે દેશભરમાં ફેલાયેલા 3.25 લાખ સેવા કેન્દ્રો પર નોંધણી કરાવી શકો છો. આવકવેરો ભરનારા વેપારીઓને આનો લાભ મળશે નહીં. 40 વર્ષથી વધુ ઉંમરના વ્યવસાયીઓ ભાગ લઈ શકતા નથી.

Read Also

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV