GSTV
Home » News » હોલિવૂડની આ ફિલ્મે અવેન્જર્સ એન્ડગેમને પાડી દીધી ધીમી, થિયેટરોમાં લાગી ભીડ

હોલિવૂડની આ ફિલ્મે અવેન્જર્સ એન્ડગેમને પાડી દીધી ધીમી, થિયેટરોમાં લાગી ભીડ

john wick 3 box office

કિયાનુ રિવ્સની ફિલ્મ John Wick: Chapter 3 – Parabellum બોક્સએફિસ પર સુનામી લાવી દીધું હતું. આ ફિલ્મે લગભગ ચાર દિવસમાં જ આશ્વર્ય પમાડે તેવી કમાણી કરી નાખી છે. કિયાનુ રિવ્સની ફિલ્મે ઘણી સારી કમાણી કરતાં અત્યાર સુધી 10,444,000,000 કરોડની જોરદાર કમાણી કરી છે. ભારત સહિત આખી દુનિયામાં John Wick: Chapter 3 – Parabellum લોકોએ વધુ પસંદ કરી છે.

આ કમાણીની જાણકારી બોક્સઓફિસે આપી છે. કુલ મળીને આ ફિલ્મે તહેલકો મચાવી દીધો છે. કિયાનુ રિવ્સ ત્રીજી વાર જોન વીકની ભૂમિકા કરી રહ્યો છે. 54 વર્ષની ઉંમરમાં પણ કિયાનુ રિવ્સ સારો લાગી રહ્યો છે અને તેની એક્શન તો વખાણવાલાયક જ છે. એક્શન ફેન્સ માટે આ ફિલ્મ જોવાલાયક છે. જોન વીક-3ની વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે. જ્યાંથી જોન વીક-2 પૂરી થઈ હતી. જોન વીકે તેના ગુનાહિત સમાજના નિયમોને તોડી નાખ્યા છે અને હવે તેણે પોતાનો જીવ બચાવવાનો છે.

જોન વીકના જીવની કિંમત 1.4 કરોડ ડોલર લગાવાઈ છે અને મેનહેટનના બધા અપરાધિયોનો નિશાનો પર જોન વીક છે. આ વખતે તેનો સાથ આપવા માટે હેલ બેરી તેની સાથે છે. પરંતુ જોન વીકનો જીવ લેવો મુશ્કેલ જ નથી નામુમકિન છે. જોન વીક 3માં જોરદાર એક્શન જોવા મળે છે, અને હોલિવૂડમાં ઘણાં લાંબા સમય પછી જોવા મળી છે. કિયાનુ તો જોરદાર લાગે છે. તેનો આખો ગેટઅપ અને એક્શન જોઈને મોંમાંથી વાહ…નીકળી જાય છે. હેલ બેરી પણ 52 વર્ષનો છે તેની એક્શન પણ સારી છે. જોન વીકનો સાથ આપવા સોફિયા પણ છે.

Read Also

Related posts

ટીઆરપીની રેસમાં આગળ નીકળ્યો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, આ છે ટૉપ 5 શોઝ

NIsha Patel

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

સલમાન ખાનના ગીત પર આ કપલે ખેતરમાં કર્યો એવો ડાન્સ, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવા લાગ્યો આ Video

Bansari
Do NOT follow this link or you will be banned from the site!