GSTV

જોન સીનાએ શેર કર્યો શિલ્પા શેટ્ટીનો ફની ફોટો, સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો ધૂમ

Last Updated on July 13, 2019 by Alap Ramani

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેનો દીકરો વિયાન રાજ કુન્દ્રાનો તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેને લઈ ચર્ચામાં છે. વીડિયોમાં વિયાને તેના ફેવરેટ રેસલરની વાત કરી છે.

વીડિયોમાં રેસલર જોન સીનાએ વિયાનને સ્પેશિયલ મેસેજ પણ આપ્યો છે. હવે જોન સીનાએ શિલ્પાનો એવો ફોટો શેર કર્યો છે, જેને જોઈ શિલ્પા શેટ્ટી પણ હેરાન રહી ગઈ હતી. જોકે જોન સીનાએ શિલ્પા શેટ્ટીનો ફોટો શેર કર્યો છે, જેમાં જોનના ચહેરા પર શિલ્પાનો ચહેરો લાગેલો છે.

ફોટો શેર કરતાં જોને લખ્યું, Now even “I Can’t see me” @johncena ????‍♀️??‍♀️?.શિલ્પાએ પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યો. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટો શેર કરતાં શિલ્પાએ લખ્યું, This is hilarious… I certainly “Didn’t SEE” this coming, @johncena.#WWE #wweindia #Stonecold #Johncena #fun #laughs.

સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે જોન સીનાનું એકાઉન્ટ હેક થઈ ગયું છે કે શું, કેટલાક લોકોને તેનો આ ફોટો પસંદ આવી રહ્યો છે. શિલ્પાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડમાં તે કમબેક કરવાના સમાચાર મળ્યા છે. રિપોર્ટસ મુજબ તેની ઘણા ફિલ્મમેકર સાથે વાતચીત ચાલી રહી છે.

shilpa shetty

જો બધું સારું રહ્યું તો 11 વર્ષ પછી શિલ્પા મોટા પડદા પર કમબેક કરશે. કેટલાક પ્રોજેક્ટ માટે તેણે હા પણ કહી છે, પરંતુ ટાઈમ માગ્યો છે. તે મોટા બે પ્રોજેક્ટ સાથે કમબેક કરશે. જોકે આ પ્રોજેક્ટને લઈ કોઈ જાણકારી જાહેર થઈ નથી.

Read Also

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!