GSTV
Home » News » જ્હૉન અબ્રાહમે સલમાન સાથે લઇ લીધો પંગો, વાત વાતમાં જ કહી દીધું કંઇક એવું કે દબંગ ખાનને આવશે ગુસ્સો

જ્હૉન અબ્રાહમે સલમાન સાથે લઇ લીધો પંગો, વાત વાતમાં જ કહી દીધું કંઇક એવું કે દબંગ ખાનને આવશે ગુસ્સો

બોલીવુડના દબંગ ખાન સાથે પંગો લેવો કેટલો ભારે પડી શકે છે તેનો પુરાવો તો આપણે ઘણીવાર જોઇ ચુક્યા છે. સલમાન ખાલ હાલ ફિલ્મ ભારતના શુટિંગમાં વ્યસ્ત છે જેમાં તેની સાથે કેટરિના કૈફ પણ છે. આ દરમિયાન સલમાન ખાન સાથે બે વાર સ્ક્રીન શેર કરી ચુકેલા જ્હૉન અબ્રાહમે વાતવાતમાં જ સલમાન ખાનની ફિલ્મ રેસ-3ને લઇને કંઇક એવું કહી દીધું છે કે જેને સાંભળીને દબંગ ખાન લાલચોળ થઇ જાય તો નવાઇ નહી.

તાજેતરમાં જ જ્હોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા અને હાઈએસ્ટ પેઇડ એક્ટરની લિસ્ટમાં સામેલ હોવા જેવા મુદ્દા પર પોતાના વિચાર રાખ્યા હતા. આ પ્રશ્નોનાં જવાબ આપતી વખતે જ્હોન અબ્રાહમે સલમાન ખાનને પણ આડેહાથે લીધો હતો.
જ્હોન અબ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મને એ વાત સમજમાં નથી આવતી કે સ્ટાર્સ માટે સૌથી વધારે કમાનારા લોકોની લિસ્ટમાં સામેલ થવું કેમ જરૂરી છે. અમે કલાકારો છીએ. અમારી ઓળખ કામથી થાય છે. ઘણા સ્ટાર્સ હાઈએસ્ટ પેઇડ સેલેબ્સની લિસ્ટમાં 3 વર્ષથી સતત સામેલ છે, પરંતુ તેમની ફિલ્મો ખરાબ રીતે ફ્લૉપ થઈ છે.”

જ્હોન અબ્રાહમે કહ્યું, “તમે વર્ષ 2018 હાઈએસ્ટ પેઇડ સેલેબ્સની લિસ્ટ જુઓ. આમા સલમાન ખાન ટૉપ પર છે, પરંતુ તેની ફિલ્મ રેસ-3 ખરાબ રીતે નિષ્ફળ ગઈ.” જ્હોન અબ્રાહમે કહ્યું કે, “ઘણા સ્ટાર્સ એરપોર્ટ પર ફની આઉટફિટ પહેરીને જાય છે, પછી તેઓ કહે છે કે તેમને ટ્રોલ કરવામાં આવ્યા, આ તમારી પસંદ છે. હું લગ્નમાં પૈસા લઇને ડાંસ પણ ના કરી શકું. હું એવું નથી કહેતો કે આવુ કરવું ખોટું છે, પરંતુ હું આવુ ના કરી શકું એ સ્પષ્ટ છે.”

જ્હોન અબ્રાહમે કહ્યું કે, “એ સોશિયલ મીડિયા જોઇને આજકાલ નક્કી થાય છે કે તમે કેટલા મોટા સ્ટાર છો. હું ખુદ માર્કેટિંગ બેકગ્રાઉન્ડથી છું, પરંતુ મારો મેનેજર જો આમ કહે છે કે સોશિયલ મીડિયા જોઇને જ તે મને કહેશે તો એ સત્ય છે કે તે પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યો.” જ્હોન અબ્રાહમે કહ્યું કે, “હું ઘણા સ્ટાર્સની પ્રશંસા પણ કરું છું જેમણે ખાસ જગ્યા બનાવી છે.”

જણાવી દઇ કે ‘સત્યમેવ જયતે’ની સફળતા બાદ જ્હોન હાલ ‘બાટલા હાઉસ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!