GSTV

જોન જણાવશે ‘બાટલા હાઉસ’ એન્કાઉન્ટરની હકિકત, રિલીઝ થયું ફિલ્મનું ટીઝર

Last Updated on July 7, 2019 by Arohi

વર્ષ 2008માં દિલ્હીના બાટલા હાઉસમાં થયેલા ટેરરિસ્ટ એન્કાઉન્ટરને લઈને લોકો આજે પણ ચર્ચા કરી રહ્યા છે. લોકોના મનમાં આ એન્કાઉન્ટરને લઈને ઘણા સવાલ છે. બાટલા હાઉસમાં તે દિવસે શુ થયું હતું. તે હવે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.  

તે ઘટના સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ મોટી સ્ક્રીન પર અભિનેતા જોન અબ્રાહમની આગામી ફિલ્મ બાટલા હાઉસમાં મળી શકે છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જે એક ઘરમાં અંધાધુન ગોળીબારી થઈ રહ્યો હોય તેના અવાજથી શરૂ થઈ રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં જોન અબ્રાહમનો અવાજ આવે છે. જેના કારણ ખબર પડે છે કે જોન એક પોલીસ ઓફિસરની ભુમિકામાં છે.

ફિલ્મને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ફિલ્મ 11 વર્ષ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં થયેલા ઈન્ડિયન મુઝાહિદ્દીન આતંકવાદિઓના એન્કાઉન્ટર પાછળની સત્યતાને દર્શાવશે. જેના પર આજ સુધી વિવાદ ખતમ નથી થયો.

ટીઝર પહેલા જોને ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટર પર લખ્યું છે. ‘એક ઘર આઈડેન્ટિફાઈ થયું છે… એક ષડયંત્ર રચવામાં આવ્યું છે, એક નકલી એન્કાઉન્ટરનું.’ પોસ્ટરને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરતા જોને જણાવ્યું કે, ‘અને આ એન્કાઉન્ટરથી શરૂ થયું બાટલા હાઉસ ઈન્વેસ્ટિગેશન.’

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!