GSTV
Home » News » બોલિવુડનો ટોચના અભિનેતા આ ફિલ્મમાંથી થયા બહાર, કારણ છે કંઈક આવું….

બોલિવુડનો ટોચના અભિનેતા આ ફિલ્મમાંથી થયા બહાર, કારણ છે કંઈક આવું….

બોલિવુડનાં ટોચનાં અભિનેતા અને ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ હવે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ સરફરોશની સિક્વલમાં નહીં કામ કરે એવી સુત્રો પાસેથી માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે લગભગ નવેક મહિના પહેલાં ખુદ જ્હૉને મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમે સરફરોશની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એકવાર સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ જાય એટલે અમે આ ફિલ્મની બાબતમાં આગળ વધીશું. મારે ઓરિજિનલ ફિલ્મના ડાયરેક્ટર જ્હૉન મેથ્યુ મથ્થન સાથે વાતચીત થઇ ચૂકી છે.

ત્યારે મળતી માહિતી મુજબ જ્હૉન હવે આ સિક્વલ સાથે સંકળાયેલો નથી. પરંતુ જ્હૉન આમિર ખાનનો ચાહક હોવા ઉપરાંત આમિર ખાનની આ હિટ ફિલ્મની સિક્વલ કરવા ઉત્સુક હતો. જે બાબતે જ્હૉન અબ્રાહમ અને જ્હૉન મેથ્યુ મથ્થન સતત એક બીજાના સંપર્કમાં હતા અને સ્ક્રીપ્ટ લેખન પર નજર રાખી રહ્યા હતા. પરંતુ ફિલ્મના બજેટ અંગે વાત જામી નહીં અને જ્હૉનને આ પ્રોજેક્ટમાંથી રસ ઊડી ગયો હતો. ત્યારે હાલ જ્હૉન અનિસ બઝ્મીની પાગલપંતી કરી રહ્યો છે. જેમાં જુલાઇથી એ રેન્સિલ ડિસોઝાની બાઇક રેસિંગને લગતી કથા ધરાવતી હાલ અનટાઇટલ્ડ ફિલ્મ શરૂ કરશે.

આ અંગે મથ્થનને પૂછતાં એમણે કહ્યું કે મેં ક્યારેય જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે સરફરોશની સિક્વલમાં હું જ્હૉન અબ્રાહમને લેવાનો છું. અમારી વચ્ચે વાતચીત થઇ હતી એ વાત સાચી. પરંતુ એ મારી ફિલ્મનો હીરો હોવાનું મેં કયારેય જણાવ્યું નહોતું.

READ ALSO

Related posts

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!