GSTV

KBC-13 : કેબીસીના સ્ટેજ પર ભાવુક થયા જોન અબ્રાહમ, સ્ટેજ પર છવાઈ ગયો સુનકાર…

Last Updated on November 24, 2021 by Zainul Ansari

બોલીવુડ ફિલ્મજગતના અભિનેતા જોન અબ્રાહમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના શો “કૌન બનેગા કરોડપતિ-૧૩” માં ભાગ લેશે. જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર કેબીસીના શુક્રવારના એપિસોડમાં તેમની આગામી ફિલ્મ “સત્યમેવ જયતે-૨” નું પ્રમોશન કરશે અને તેમની વિશેષ શૈલીથી સ્ટેજ પર માહોલ બનાવશે. આ શોમાં જોન અબ્રાહમ બિગ-બી સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળશે પરંતુ, એકાએક તે કોઈ બાબતને લઈને ભાવુક થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.

જોન અબ્રાહમે અમિતાભ બચ્ચન સાથે કરી મસ્તી :

આ શોના પ્રોમો વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જોન તેની ધમાકેદાર એન્ટ્રીથી શોને ચાર ચાંદ લગાવી દે છે. અમિતાભ બચ્ચન સાથે ગપશપ કરતા તે પોતાની સિક્રેટ ફૂટબોલ ટ્રિક્સ પણ બતાવે છે. આ વીડિયોની શરૂઆત જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોસલાની ધમાકેદાર એન્ટ્રીથી થાય છે. ત્યારબાદ જ્હોન કેબીસી સ્ટેજ પર અમિતાભની સામે અમુક એક્શન મૂવ્સ કરે છે, જેના પર બિગ-બી મજાકમાં કહે છે, મને મારશો તો નહિ ને…? જોનનું ટેલેન્ટ પ્રદર્શન અહીં પૂરું થયું નહિ. ત્યારબાદ તે અમિતાભને પોતાની શાનદાર ફૂટબોલ ટ્રિક્સ શીખવે છે, જેને અમિતાભ પણ એન્જોય કરતા જોવા મળે છે. જોન જાહેર મંચ પર પોતાની બોડી ફ્લોન્ટ કરતો પણ જોવા મળે છે, જેના કારણે ત્યાંની મહિલા ચાહકો ઉત્સાહિત થઈને તેમને ચીયર કરે છે.

જોન અબ્રાહમે અમિતાભ સાથે શેર કર્યો મજેદાર કિસ્સો :

મજા માણ્યા બાદ જ્હોન અમિતાભ બચ્ચન સાથે એક રમૂજી વાર્તા શેર કરે છે. જ્હોન બિગ બીને કહે છે- એકવાર ધૂમ સમયે તમારા ઘરે આવ્યો હતો. તમે કહ્યું કે બાઇક માટે અભિષેકને પ્રોત્સાહન ન આપો. પણ અભિષેક આવતાં જ તમે તમારી જાતને કહ્યું, “વાહ, કેવી બાઇક છે.” અમિતાભ બચ્ચન સહિત ત્યાંના બધા જ જોનના શબ્દો પર હસે છે.

કેબીસીના સ્ટેજ પર જોનની આંખોમાં આવ્યા આંસુ :

કેબીસીના સ્ટેજ પર અમિતાભ બચ્ચન સાથે મસ્તી કરતા એકાએક જોન કોઈ વાત પર લાગણીશીલ થતો જોવા મળ્યો હતો. જોનની આંખોમાં આંસુ આવી ગયા છે. જોનને રડતો જોઈને સ્ટેજ પર પણ થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ હતી અને બધા જ હતાશ થઈ જાય છે. જોન ક્યા કારણોસર ઈમોશનલ થયો તે તો શો ટેલિકાસ્ટ થયા પછી જ જાણી શકાશે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!