GSTV
Home » News » જ્હોનિસબર્ગમાં ભારેલો અગ્નિ : હિંસાના પગલે ગુજરાતીઓના જીવ તાળવે ચોંટ્યા

જ્હોનિસબર્ગમાં ભારેલો અગ્નિ : હિંસાના પગલે ગુજરાતીઓના જીવ તાળવે ચોંટ્યા

સાઉથ આફ્રિકામાં જ્હોનિસબર્ગની આસપાસના વિસ્તારમાં ફાટી નિકળેલી હિંસાને પગલે અનેક ગુજરાતીઓના જીવ પડીકે બંધાયા છે. ખાસ કરીને ખેડા આણંદ જિલ્લાના અનેક યુવાનોના જીવ જોખમમાં મુકાયા છે. સાઉથ આફ્રિકા સરકાર દ્વારા લાગુ કરાયેલા 1 ટકા ટેક્સના વિરોધમાં ફાટી નિકળેલી હિંસાથી વાતાવરણ તંગ બન્યુ છે. જેનાથી જ્હોનિસબર્ગમાં રહેતા ગુજરાતી વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ તેમની સંપત્તિને પણ ભારે નુકસાન થયુ છે.

ચરોતરના ઝારોલાસ પીપળી, આણંદ, નડિયાદ સહિત શહેરના કેટલાય પરિવારોના સભ્યો સાઉથ આફ્રિકામાં રહે છે તેમનાથી સંપર્ક તૂટતા ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે. તો આ અંગે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. ગુજરાતીઓ પર થયેલા હુમલા મામલે મુખ્યપ્રધાન કાર્યાલયે ઘટનાની વિગતો મંગાવી છે.

તેમજ ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં ગુજરાતીઓની સુરક્ષા માટે પૂછપરછ કરવા જણાવ્યું છે. તેમજ સ્થાનિક કક્ષાઓ ગુજરાતીઓને કંઈ પણ જરૂરિયાત હોય તો તેમને મદદ કરવા માટે ભારતના વિદેશ મંત્રાલય અને સ્થાનિક દુતાવાસને પણ સુચના અપાઈ છે. સાઉથ આફ્રિકામાં સ્થાનિકોએ પોતાની નારાજગી દર્શાવતા ગુજરાતીઓના મોલ અને પેટ્રોલ પંપ પર લૂંટ અને તોડફોડ કરી છે.

સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગની આસપાસના ગામમાં ખેડા-આણંદ જિલ્લાના અનેક યુવાનોના જીવ જોખમાં મૂકાયા છે. સરકાર દ્વારા લગાવવામાં આવેલ 1 ટકા ટેક્સના વિરોધને કારણે વાતાવરણ તંગ બન્યું છે. તેનાથી લૂંટફાટ અને દુકાનોમાં આગચંપીની ઘટનાઓ વધી ગઇ છે. તેનાથી જ્હોનિસબર્ગ રહેતા ગુજરાતી વ્યાપારિઓને પણ ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. તેમની સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

એક ટકા ટેક્સને કારણે સ્થિતિ બગડી

  • ખેડા-આણંદ જિલ્લાના હજારો ગુજરાતી યુવાનો વર્ષોથી સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા તથા જ્હોનિસબર્ગમાં નોકરી કરે છે. કેટલાક લોકોએ તો દુકાનો પણ ખોલી છે. તાજેતરમાં સરકારે અહીં એક ટકો ટેક્સ લાગુ કરેલ છે, જેનાથી પરિસ્થિતિ વણસી છે. લોકો તેના વિરોધમાં ગુજરાતીઓની સંપત્તિઓને નુકસાન પહોંચાડે છે. જેનાથી અહીં રહેતા ગુજરાતીઓના જીવ જોખમાં મુકાઇ ગયા છે.

સંપર્ક ટૂટવાથી ચિંતા વધી

  • ચરોતરના ઝારોલા, પીપળી, આણંદ, નડીયાદ સહિત શહેરના કેટલાય પરિવારના સભ્યો સાઉથ આફ્રિકામાં રહે છે, તેમનાથી સંપર્ક ટુટી ગયો છે. ઘણા પ્રયત્નો બાદ સંપર્ક ન થતા ગુજરાતમાં રહેનારા પરિવારોની ચિંતા વધી ગઇ છે.

Related posts

દિલ્હી યુનિવર્સિટીમાં સાવરકરની મૂર્તિને જૂતાની માળા પહેરાવાય અને મોઢા પર મેશ ચોપડી

Mayur

રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

Mayur

અનુષ્કાએ શેર કરી બિકિની તસ્વીર, લોકોએ કહ્યું- અસલ ‘VLC પ્લેયર’ લાગી રહી છે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!