GSTV
News Trending World

UNSC Members : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનાવવામાં આવે ભારત, જાપાન અને જર્મનીને… બાયડને આપ્યું સમર્થન

અમેરિકાના પ્રમુખ જો બાયડન, જર્મની, જાપાન અને ભારતને યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ આપવાની તરફેણ કરે છે તેમ અનામી રહેવા માંગતા વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે પત્રકારોને તેમ પણ જણાવ્યું હતું કે, આ બધું કરવા માટે ઘણો સમય પણ જોઈશે.

આ સાથે તે અધિકારીએ એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટતા કરી હતી કે અમે તે મંતવ્યને વળગી જ રહ્યા છિયે કે જર્મની, જાપાન અને ભારતને સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મળવું જ જોઈએ.

આ પૂર્વે બુધવારે પ્રમુખ જો બાયડને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને સંબોધતા યુનોની સલામતી સમિતિમાં સુધારો કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ કહ્યું કે, (તે) સંસ્થા (uNSC) ને વધુને સમાવનારી બની રહે, તો તે આજના જગત સમક્ષ ઉપસ્થિત થતા પડકારોનો સારી રીતે પ્રતિભાવ આપી શકશે.

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV