અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહેલા જો બાઇડેન અપ્રવાસીઓ મુદ્દે વ્યાપક પગલાં લેવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ બાઇડેન પોતાના કાર્યકાળના પહેલા જ દિવસે ઇમિગ્રેશન બિલને મંજૂરી આપી શકે છે. આ પગલાંને લીધે અમેરિકામાં માન્યતા વગર વસતા 1 કરોડ 10 લાખ લોકોને અમરિકાનું નાગરિકત્વ આપવા માટેનો રસ્તો સાફ કરી દેશે. આ 1 કરોડ 10 લાખ લોકોમાં એક મોટો વર્ગ ભારતીયોનો પણ છે.

જો બાઇડેનની આ નીતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપ્રવાસી નીતિથી તદ્દન અલગ છે.ટ્રમ્પએ પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં ન માત્ર રોજગાર પરંતુ પોતાના સુવર્ણ ભવિષ્યની શોધમાં અમેરિકા આવનાર લોકોને રોક્યા હતા પરંતુ અનૈતિકરીતે અમેરિકામાં ઘુસી આવેલ લોકોને પણ ઘરે પરત કરી દીધા હતા.

પરંતુ, જો બાઇડેન તદ્દન અલગ નીતિ પર ચાલી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચાર દરમયાન બાઇડેનએ અમેરિકાના દરવાજા પ્રતિભાશાળી લોકો માટે ખોલી દેવાનું વચન આપ્યું હતું. બાઇડેનના આ પગલાંને લીધે લેટિન અમેરિકન દેશો, ભારતીયો અને ચાઈનીઝ લોકોને ફાયદો કરાવશે.
શું છે નવી અપ્રવાસી નીતિ
રિપોર્ટ મુજબ, નવી અપ્રવાસી નીતિ લાગુ કરવા માટે જો બાઇડેનએ 1 જાન્યુઆરી 2021ને બેંચમાર્ક બનાવ્યું છે. એટલે કે આ તારીખ સુધી જે લોકો અમેરિકામાં વગર કોઈ કાનૂની માન્યતાએ રહી રહ્યા છે તેમને નાગરિકતા આપવા પર વિચાર કરી શકે છે. આ મુદ્દે જો બાઇડેન પોતાના કાર્યકાળના પહેલા જ દિવસે બિલ પર હસ્તાક્ષર કરી શકે છે.
8 વર્ષ લાંબી પ્રક્રિયા
નાગરિકત્વ મેળવવા માટેની પ્રક્રિયા 8 વર્ષ સુધી ચાલશે. આ દરમ્યાન આ લોકોનો વ્યવહાર, કાયદા પ્રતિ સન્માનની પરખ કરવામાં આવશે. સૌથી પહેલા તેઓને 5 વર્ષ માટે ગ્રીન કાર્ડ આપવામાં આવશે. આ દરમ્યાન તેમના બેકગ્રાઉન્ડને ચેક કરવામાં આવશે. એ વાત પણ જોવામાં આવશે કે શું તેઓ ટેક્સ ભરે છે અને બીજી પાયાગત જરૂરિયાતો પુરી કરે છે કે નહિ. આ તપાસ બાદ તેમને બીજા તબક્કામાં તટ્રાન્સફર કરવામાં આવશે જે ત્રણ વર્ષનો હશે. આ તબક્કાને ન્યૂટ્રલાઇઝેશન નામ આપવામાં આવ્યું છે. આ ફેઝમાં અમેરિકન નાગરિકતા ઇચ્છતા લોકોનું નાગરિકત્વ નક્કી કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ
- વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન
- વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ
- કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો
- IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી