GSTV
News Trending World

યુક્રેન સંકટ/ રશિયાના અબજોપતિઓ પર લગામ કસવાની કવાયતમાં અમેરિકા, જો બિડેને કર્યું સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું એલાન

યુક્રેન પર રશિયાના હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને રશિયામાં કડક પ્રતિબંધના સંકેત આપી દીધા છે. જો બિડેને મંગળવારે રાત્રે(સ્થાનિક સમય અનુસાર) પોતાનું પહેલું સ્ટેટ ઓફ ધ યુનિયન’ સંબોધનમાં કહેવામાં આવ્યું કે હવે રશિયાના મોટા ઉદ્યોગપતિઓ પર લગામ કસવાની તૈયારીમાં છે બિડેને કહ્યું કે, અમેરિકા એક સ્પેશલ ટેસ્ટ ફોર્સ બનાવશે જેથી રશિયાના અરબોપતિઓના લક્ઝરી એપાર્ટમેન્ટ, પ્રાઇવેટ જેટ, મોટી યોટ વગેરેની ઓળખ કરી જપ્ત કરી લેશે.

બિડેને કહ્યું, ‘સ્વતંત્ર દુનિયા એને જવાબદાર ગણાવી રહ્યું છે, સાથે જ ફ્રાન્સ, જર્મની, ઇટલી સહીત યુરોપિયન સંઘના 27 સભ્યો સાથે-સાથે યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઘણા અન્ય દેશો, અહીં સુધી કે ન્યુઝર્લેન્ડ પણ નારાઝ છે અને યુક્રેનના લોકોને સમર્થન મળી રહ્યું છે.

બિડેને કહ્યું, “પુતિન હવે પહેલા કરતા વધુ દુનિયાથી અલગ થઈ ગયા છે. અમે હાલમાં અમારા સહયોગીઓ સાથે શક્તિશાળી આર્થિક પ્રતિબંધો લાગુ કરી રહ્યા છે. અમે આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમમાંથી રશિયાની સૌથી મોટી બેંકોને કાપી રહ્યા છે. આમાં રશિયાની સેન્ટ્રલ બેંકને રશિયન રૂબલનો બચાવ કરતા અટકાવવાનો પ્રયાસ, પુતિનના US $630 બિલિયન યુદ્ધ ભંડોળનો બગાડ કરવાનો સમાવેશ થાય છે. અમે રશિયાની ટેક્નોલોજીને રોકી રહ્યા છીએ, જે તેની આર્થિક શક્તિને નષ્ટ કરશે અને આવનારા ઘણા વર્ષો સુધી તેની સૈન્યને નબળી પાડશે.

‘રશિયન ઉદ્યોગપતિઓની મુશ્કેલીઓ વધશે’

બિડેને તેમના ભાષણમાં કહ્યું, ‘આજે રાત્રે હું રશિયન અલિગાર્ક અને ભ્રષ્ટ રાજકારણીઓને પૂછું છું કે જેમણે આ હિંસક શાસનમાંથી અબજો ડોલર કમાયા છે હવે વધુ નહિ. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ આ રશિયન ઉદ્યોગપતિઓના ગુનાઓ માટે સમર્પિત ટાસ્ક ફોર્સની સ્થાપના કરી રહ્યું છે. અમે તેમના લક્ઝરી એપાર્ટમેન્ટ્સ, તેમના પ્રાઈવેટ જેટ્સ શોધી રહ્યા છીએ અને તેમને જપ્ત કરી રહ્યા છીએ.

બિડેને એ પણ જાહેરાત કરી હતી કે યુએસ તમામ રશિયન ફ્લાઇટ્સ માટે યુએસ એરસ્પેસ બંધ કરી રહ્યું છે અને અન્ય શિક્ષાત્મક પગલાઓ સાથે આ પગલું રશિયાને નુકસાન પહોંચાડશે.

બિડેને કહ્યું કે અમેરિકા અને તેના સાથી દેશો સાવધાની સાથે આગળ વધી રહ્યા છે. “અમે પુતિનનો સામનો કરવા માટે યુરોપ અને અમેરિકાથી એશિયા અને આફ્રિકા સુધી સ્વતંત્રતા-પ્રેમાળ દેશોનું ગઠબંધન બનાવવા માટે મહિનાઓ સુધી કામ કર્યું,” તેમણે કહ્યું. અમે રશિયાના જુઠ્ઠાણાનો જવાબ સત્ય સાથે આપીએ છીએ…

Related posts

ખાસ વાત! અમદાવાદ શહેરની કેનાલોની કાયા પલટાશે, 150 કરોડ઼નાપ્રોજેક્ટ પર કરશે તંત્ર કામ

pratikshah

જેલમાં સજા કાપી રહેલા અમૃતસરના પૂર્વ ધારાસભ્ય નવજોતસિંહ સિદ્ધુના પત્નીએ લખી ઈમોશનલ પોસ્ટ, લખવા પાછળનું છે મોટું કારણ

HARSHAD PATEL

એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં જ થશે! ભારતીય ખેલાડીઓને લઇ મોટો નિર્ણય

Padma Patel
GSTV