GSTV

શું કોરોના અંગે ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે ફેસબુક? બાઇડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની હત્યાનો લગાવ્યો આરોપ

ફેસબુક

Last Updated on July 17, 2021 by Bansari

તો આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફેસબુક પર કોવિડ-19 વાયરસના મામલામાં જુઠ્ઠી અને ભ્રામક માહિતી ફેલાવાનો આરોપ લગાવ્યો છે.તો બીજી તરફ ફેસબુકે રાષ્ટ્રપતિના નિવેદનને ફગાવી દીધુ છે.રાષ્ટ્રપતિ જો બાઇડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની હત્યાનો આરોપ લગાવ્યો છે.

બાઇડને કર્યુ આ ટ્વીટ

જો બાઇડને કહ્યું હતુ કે ફેસબુક સહિતના સોશિયલ મીડિયા કોરોના રસીકરણ અને વાયરસ સાથે જોડાયેલી ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે.બાઇડને ટ્વીટ કરીને કહ્યું હતુ કે આ પ્લેટફોર્મ પર કોરોના વાયરસની બિમારી ટીકાકરણ વગરની છે એવી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે.જેનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે.જેના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે.બીજી તરફ ફેસબુકે બચાવ કરતા કહ્યું હતુ કે ટીકાકરણથી લોકોનો જીવ બચે છે.

JOE BIDEN

હકીકતમાં, આ કોરોના સમયગાળા દરમિયાન, કોરોનાને લગતી ઘણી માહિતી ફેસબુક, ટ્વિટર, ગૂગલની માલિકીની આલ્ફાબેટ પર શેર કરવામાં આવી છે. જેથી લોકોને ભટકવું ન પડે અને રસી અપાવવા માટે યોગ્ય જગ્યાએ જઈ શકે તથા આઈસીયુ બેડ ઉપલબ્ધ છે કે નહીં તેની માહિતી મેળવી શકે. પરંતુ લોમેકર્સ અને રિસર્ચર્સે ખુલાસો કર્યો કે ફેસબુક લોકોને ખોટી માહિતી આપી રહ્યું છે.

ફેસબુક

ફેસબુકના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી

કંપનીના પ્રવક્તા, Kevin McAlister એ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે, ‘કોવિડ -19 અને રસી સંબંધિત કોઈ માહિતી ફેસબુક પર ખોટી રીતે શેર કરવામાં આવી નથી.’ તેમણે કહ્યું, ‘ફેસબુક કોવિડ -19 થી સંબંધિત વિષયો પર સાચી માહિતી શેર કરી રહ્યું છે. અમે આ આરોપોને સ્વીકારીશું નહીં કારણ કે તેમાં કોઈ સત્ય નથી.

Read Also

Related posts

કોરોના મહામારી વધુ સંહારક બની, અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી 2579 અને બ્રાઝિલમાં 935નાં મોત

Damini Patel

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt

પાકિસ્તાન/મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવાર પર અમાનવીય ત્રાસ, પોલીસે ફરિયાદ દાખલ ન કરી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!