GSTV
ટોપ સ્ટોરી

વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, દ્વિપક્ષીય સહયોગની સાથે આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

રશિયા-યુક્રેન યુદ્ધ, શ્રીલંકામાં આર્થિક સંકટ અને પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત વર્ચ્યુઅલ હશે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાની વચ્ચે આ બેઠક યોજાઈ શકે છે. બંને નેતાઓ વર્તમાન દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરશે તેમજ દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર તાજેતરના વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વિદેશ મંત્રાલયે રવિવારે આ ઓનલાઈન મીટિંગ અંગે જાહેરાત કરી હતી.

બંને નેતાઓ વચ્ચેની આ ઓનલાઈન બેઠક સોમવારે વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે ‘ટુ પ્લસ ટુ’ મંત્રી સ્તરની મંત્રણાના ચોથા સત્ર પહેલા થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર આ સંવાદના ચોથા સત્રના ભાગરૂપે વોશિંગ્ટનમાં 11 એપ્રિલે યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરશે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન દક્ષિણ એશિયામાં તાજેતરના વિકાસ, ઈન્ડો-પેસિફિક અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરશે, તેમજ બેઠક દરમિયાન વર્તમાન દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે.” “ઓનલાઈન મીટિંગ બંને પક્ષોને દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે તેમનો નિયમિત અને ઉચ્ચ સ્તરીય સંપર્ક ચાલુ રાખવા સક્ષમ બનાવશે,” નિવેદનમાં જણાવાયું છે.

વોશિંગ્ટનથી પ્રાપ્ત સમાચાર અનુસાર, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ બાઈડન અમારી સરકાર, અર્થતંત્રો અને અમારા લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સોમવારે વડા પ્રધાન મોદી સાથે ઓનલાઈન બેઠક કરશે.” તેમણે કહ્યું કે બાઇડન અને મોદી આ સમય દરમિયાન કોવિડ-19 રોગચાળાને સમાપ્ત કરવા, આબોહવા સંકટનો સામનો કરવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા, લોકશાહી અને સુરક્ષાને મજબૂત કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

વધુ માહિટી આપતા કહ્યું કે, બંને નેતાઓ ઈન્ડો-પેસિફિક આર્થિક માળખા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંગે ચાલી રહેલા સંવાદને આગળ વધારશે. “યુક્રેન સામે રશિયાના ક્રૂર યુદ્ધના પરિણામો અને ઉર્જા અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતો જેવા મુદ્દાઓનો સામનો કરવા બંને પક્ષો નજીકથી સંકલન કરવાનું ચાલુ રાખશે,”

બાઇડને અગાઉ માર્ચમાં મોદી સાથે અન્ય ક્વોડ નેતાઓ સાથે વાતચીત કરી હતી.

READ ALSO:

Related posts

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ

Nakulsinh Gohil

આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા

Nakulsinh Gohil

રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી

Nakulsinh Gohil
GSTV