GSTV

જો બાઈડન ચીન સામે કેવુ વલણ અપનાવશે તે વાતની થઈ રહેલી ચર્ચા વચ્ચે આવ્યું મોટુ નિવેદન

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીન સામે કેવુ વલણ અપનાવશે તે વાતની થઈ રહેલી ચર્ચા વચ્ચે બાઈડેને ચીન સામે આક્રમક તેવર અપનાવવાના સંકેત આપ્યા છે. પોતાના નિવાસસ્થાને વિવિધ રાજ્યોના ગર્વનરો સાથે બાઈડેને એક બેઠક યોજી હતી. એ દરમિયાન તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, શું ચીન પર આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવશે કે પછી ત્યાંથી આયાત થતી અને નિકાસ થતી પ્રોડક્ટસ પર ટેક્સ વધારવામાં આવશે. ત્યારે બાઈડેને કહ્યુ હતુ કે, વાત ચીનને સજા આપવાની નથી પણ એ નિશ્ચિત કરવાની છે કે ચીન નિયમ અને્ કાયદામાં રહીને કામ કરે અને આ એક બહુ સામાન્ય વાત છે.જે ચીને સમજવી પડશે.

સાથે સાથે બાઈડેને અગાઉના ટ્રમ્પ પ્રશાસનના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી નિકળી જવાના નિર્ણયને પણ પલટવાની જાહેરાત કરી છે.તેમણે જાહેર કર્યુ છે કે, અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં ફરી સામેલ થવા જઈ રહ્યુ છે.જોકે તેમાં સુધારા વધારા કરવાની જરુર છે. તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રિમેન્ટમાં પણ જોડાવા માટેના સંકેત આપતા કહ્યુ હતુ કે, આપણે નિશ્ચિત કરવુ પડશે કે, અમેરિકા વિશ્વના બીજા દેશો સાથે એક મંચ પર આવે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ દ્વારા પેરિસ ક્લાઈમેટ ચેન્જ એગ્રિમેન્ટમાં અમેરિકા સામેલ નહીં થાય તેવી જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ટ્રંપને મોટો ઝટકો : અમેરિકી કોર્ટે પેન્સિલવેનિયાની ચૂંટણીમાં ગરબડની અરજી ફગાવી, વકીલોની પણ ઝાટકણી કાઢી

Ankita Trada

હૈદરાબાદ/ ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, શહેરનું નામ બદલવા પર ઔવેસીએ યોગી પર સાધ્યું નિશાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!