GSTV
India News Ukraine crisis 2022 ટોપ સ્ટોરી

Ukraine Russia Conflict/ બિડેને કર્યા હાથ ઊંચા, કહ્યું-યુક્રેન પોતાની લડાઈ લડે, અમેરિકા નહિ મોકલે સેના

joe biden

યુક્રેન પર હુમલાને લઇ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડને રશિયાની ટીકા કરી છે. રાષ્ટ્રપતિ બિડને કહ્યું, અમને પહેલાથી જ આશંકા હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરશે. તેમણે કહ્યું- પુતિન હુમલાવર છે, એમણે યુદ્ધનો માર્ગ પસંદ કર્યો. પરંતુ પુતિન અને એમના દેશ રશિયાએ આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. બિડને કહ્યું, દુનિયાના મોટા ભાગના દેશો રશિયાના વિરોધમાં છે. અમે રશિયા પર વધુ કડક પ્રતિબંધો મુકીશું.

બિડેને કહ્યું, અમેરિકા પણ આ યુદ્ધથી પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા અમેરિકન નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે સાયબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ.

બાઈડન

બિડેન યુક્રેનમાં સૈનિકો મોકલશે નહીં

બિડેને ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેઓ યુક્રેનમાં તેમની સેના નહીં મોકલે. જો કે, બિડેને કહ્યું કે તે નાટો દેશોની એક ઇંચ જમીનની પણ રક્ષા કરશે. એટલું જ નહીં, બિડેને એમ પણ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવાની તેમની કોઈ યોજના નથી.

russia ukraine conflict

આ પૂર્વ આયોજિત હુમલો – બિડેન

બિડેને કહ્યું કે રશિયન સેનાએ ઉશ્કેરણી વિના યુક્રેન પર ઘાતકી હુમલો કર્યો છે. તેઓ કહે છે કે આ એક પૂર્વ આયોજિત હુમલો છે જેનું આયોજન મહિનાઓથી કરવામાં આવી રહ્યું હતું.

બિડેને કહ્યું, આપણે મળીને જી-7 દેશો રશિયાને જવાબ આપીશું. VTB સહિત 4 વધુ રશિયન બેંકો પર પ્રતિબંધો લાદવામાં આવશે. બિડેને કહ્યું, મારી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની કોઈ યોજના નથી. તે ભૂતપૂર્વ સોવિયત સંઘને પુનઃસ્થાપિત કરવા માંગે છે. મને લાગે છે કે તેની મહત્વાકાંક્ષાઓ આ ક્ષણે આપણે જ્યાં છીએ તેની બરાબર વિરુદ્ધ છે.

Read Also

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV