GSTV

જૉ બાઈડેને 138 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની કરી જાહેરાત, દરેક અમેરિકનને મળશે 1,400 ડૉલર

સરેરાશ અમેરિકન નાગરિકને નાણાંકીય સહાય પુરી પાડવા, બિઝનેસોને ટેકો કરવા અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે યુએસના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડને કોરોના સંકટનો સામનો કરવા માટે 1.9 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આ આર્થિક પેકેજમાં 415 બિલિયન ડોલર કોરોના મહામારીનો સામનો કરવા માટે અને એક ટ્રિલિયન ડોલર વ્યક્તિઓ અને પરિવારોને સીધી સહાય કરવા માટે અને 440 બિલિયન ડોલર બિઝનેસોને સહાય કરવા માટે ફાળવવામાં આવ્યા છે.

સાપ્તાહિક બેરોજગારી સહાયમાં 100 ડોલરનો વધારો કરવામાં આવતાં હવે દર અઠવાડિયે 400 ડોલર સરેરાશ અમેરિકનને મળશે. બાઇડનની દરખાસ્ત અનુસાર 20 બિલિયન ડોલર રસીકરણ માટે અને 50 બિલિયન ડોલર કોરોના વાઇરસના ટેસ્ટિંગનો વ્યાપ વધારવા માટે ફાળવવામાં આવશે.20મી જાન્યુઆરીએ અમેરિકાના 46માં પ્રમુખ તરીકે જે શપથ લેવાના છે તે જો બાઇડને ડેલાવરમાં વિલ્મિન્ગટન ખાતેથી અમેરિકનોને ટીવી પર સંબોધતા જણાવ્યું હતું કે આપણે હાલ તત્કાળ પગલાં ભરવા પડશે. અર્થશાસ્ત્રીઓ અમને આમ જણાવી રહ્યા છે.

વળી વધારે મહત્વની વાત તો એ છે કે એક અમેરિકન તરીકે આપણે હૃદયમાં જે મૂલ્યોને સંગ્રહ્યા છે તે પણ આપણને કહી રહ્યા છે કે આ કટોકટીની ઘડીમાં નિષ્ક્રિયતા આપણને પરવડે તેમ નથી. દરમ્યાન દુનિયામાં આજે કોરોનાના નવા 1,48,255 કેસ નોંધાવાને પગલે કુલ કેસોનો આંકડો 93,669,094 થયો હતો. જ્યારે 3,932 જણાના મોત થવાને પગલે કુલ મરણાંક વધીને વીસ લાખનો આંકડો વટાવી ગયો છે. યુએસમાં આજે કોરોનાના નવા 9,762 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 23,862,138 થઈ હતી તો રશિયામાં 24 હજાર કરતાં વધારે નવા કેસો નોંધાવાને પગલે કુલ કેસની સંખ્યા 3,520,531 થઈ હતી. જ્યારે 555 જણાના મોત થતાં મરણાંક 65 હજારની નજીક પહોંચ્યો હતો.

દરમ્યાન ચીનમાં નવા વર્ષે થતાં પ્રવાસ ધસારાને કારણે કોરોનાના ચેપને ફેલાવનારા દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખી ચીને 3000 યુનિટની ક્વોરન્ટાઈન સુવિધા હેબેઇ પ્રાંતમાં ઊભી કરી છે. ખેતરોમાં જમીન સમથળ બનાવીને પ્રિફેબ્રિકેટેડ રૂમો ઊભી કરવામાં આવી રહી છે. તો રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 35 લાખનો આંક વટાવી જતાં પીક પસાર થઈ ગયું હોવાનું માની હવે સ્કૂલોને ફરી શરૂ કરવામાં આવી રહીછે.

શિક્ષણ પ્રધાન સર્ગેઈ ક્રેવસ્ટોવે જણાવ્યું હતું કે તમામ શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે અને તેમાં દસ શાળાઓને ખાસ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહી છે. મહામારી શરૂ થઈ ત્યારથી કોરોના વાઇરસના 1500 મ્યુટેશન્સ ઓળખી કાઢવામાં આવ્યા છે તેમ એના પોપોવાએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana

ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!