GSTV
News Trending World

જો બાઈડનની ટીમમાં મળી શકે છે આ ભારતવંશીઓને સ્થાન, ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં નિભાવી ચાણક્યની ભૂમિકા

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અને સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં એક લાંબી પ્રક્રિયા પછીથી રાષ્ટ્રપતિ ચૂંટણી પૂરી થઈ છે. અમેરિકાને જો બાઈડનના રૂપમાં 46માં રાષ્ટ્રપતિ મળ્યા છે. અને સાથે જ ઈતિહાસમાં પહેલી વખત એક મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મળ્યા છે. હવે લોકોની વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય હોય તો જો બાઈડેનની વહિવટી ટીમનો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં ભારતવશીંયોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હશે.

ભારતીય મૂળના નાગરીકોનો રોલ મહત્ત્વનો રહ્યો

ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકનોની ભૂમિકા વધી રહી છે. નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઈડનના ચૂંટણી પ્રચાર તંત્રમાં પણ કેટલાક ભારતીય મૂળના નાગરિકોનો રોલ બહુ મહત્વનો રહ્યો છે અને તેમાંથી કેટલાકને જો બાઈડેનની ટીમમાં સ્થાન મળે તો નવાઈ નહી હોય. આવો જાણીએ આ ભારતીય મૂળના નાગરિકોને જેમણે બાઈડેનના ચાણક્યનો રોલ અદા કર્યો છે

ડો.વિવેક મૂર્તિ કોરોના નાબૂદી ટાસ્ક ફોર્સની મળશે જવાબદારી

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થયાના કેટલાક કલાકોમાંજ બાઈડેન કેમ્પ તરફથી એવું બતાવાયું કે તેમની પહેલી પ્રાથમિકતા કોરોના મહામારીને કાબૂમાં લેવાનું હશે. આ માટેના ટાસ્ક ફોર્સની જવાબદારી ડો.વિવેક મૂર્તિને સોંપાઈ શકે છે. જે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારમાં અમેરિકામાં સર્જન જનરલ હતા.

રાજ ચેટ્ટી આર્થિક મુદ્દે આપે છે બાઈડેનને સલાહ

આર્થિક મુદ્દો પર બાઈડેનને સલાહ આપનાર ટીમના સભ્ય રાજચેટ્ટી ભારતીય મૂળના છે અને તેમને આર્થિક મોરચે મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે.

અમિત જાની પીએમ મોદીના પણ છે સમર્થક

બાઈડેન ટીમના પોલિટિકલ કેમ્પેનર અમિત જાની હતા. સાઉથ એશિયન સમુદાયને પોતાના પક્ષમાં ખેંચવા માટે જાણીતા છે અને તેમને ભારતના પીએમ મોદીના પણ સમર્થક કહેવામાં આવે છે.

વિનય રેડ્ડી બાઈડેન માટે ભાષણ તૈયાર કરનાર ટીમના સભ્ય

વિનય રેડ્ડી બાઈડેન માટે ભાષણ તૈયાર કરનાર ટીમના સભ્ય છે. તેઓ બાઈડેનની નિકટ ગણાય છે. તેમને પણ નવી ટીમમાં સ્થાન મળી શકે છે

સંજીવ જોશીપુરાએ ભારતીય મૂળના મતદારોને રિઝવ્યા

તેમનુ મુખ્ય કામ ચૂંટણીમાં ભારતીય મૂળના મતદારો માટે સમર્થન મેળવવાનું હતું. ઈન્ડિયન્સ ફોર બાઈડેન્સ કાઉન્સિલ હેઠળના સાઉથ એશિયન્સ ફોર બાઈડેન્સ ગ્રૂપના અધ્યક્ષ સંજીવ જોશીપુરા છે. આ ગઠનનો મુખ્ય ઉદ્દેશ બાઈડેન અને હેરિસને અલગ અલગ રાજ્યોમાંથી આવનારા ભારતીય મૂળના નાગરિકોનુ સમર્થન અપાવવાનો છે. એને લઈને તેઓ ખૂબજ એક્ટિવ રહ્યા હતા.

સબરિના સિંહને કમલા હેરિસે પોતાના પ્રેસ સચિવ નિમ્યા હતા

ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસના ભારતીય અમેરિકી સબરીનાસિંહને પોતાના પ્રેસ સચિવ તરીકે નિમ્યા હતા. સબરિનાની ખાસ વાત એ છે કે તેમનો પરિવાર અમેરિકામાં ખાસી વગ ધરાવે છે. તે પણ અમેરિકી રાજનીતિ બાબતમાં ઊંડી સમજ અને ઓળખ ધરાવે છે.

આ લોકોએ પણ નિભાવી છે અગત્યની ભૂમિકા

આ સિવાય બાઈડનના સમર્થકોમાં આગળ પડતા નામોમાં સોનલ શાહ, ગૌતમ રાઘવન, વનીતા ગુપ્તાનો સમાવેશ થાય છે. તેમને પણ બાઈડનની જીતમાં ખૂબજ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જો કે હાલમાં બધાની નજર એ વાત પર છે કે બાઈડનની ટીમ શું હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Weight Loss Tips: શું તમે પણ મૂંઝવણ રહો છો કે રોટલી ખાવાથી વજન વધે છે કે નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

Kaushal Pancholi

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

Padma Patel

બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ વચ્ચે જોરદાર ટક્કર, દેવગણ- ધવન બંને સ્ટાર્સે એકબીજાને સક્સેસના પાઠવ્યા અભિનંદન

HARSHAD PATEL
GSTV