GSTV
News World ટોપ સ્ટોરી

આખી દુનિયાની નજર છે / રશિયાના આક્રમણ વચ્ચે અમેરિકી પ્રમુખ પહોંચ્યા યુક્રેનના પડોશી દેશમાં : સૈનિકો સાથે પિઝા પાર્ટી કરી

અમેરિકી પ્રમુખ બાઈડેન યુરોપની યાત્રાએ છે. તેઓ આજે પોલેન્ડ પહોંચ્યા હતા. પોલેન્ડની સફર મહત્વની છે કેમ કે એ યુક્રેનનો પડોશી દેશ છે. રશિયાનો પણ પડોશી દેશ છે, પરંતુ યુક્રેન સાથે તો પોલેન્ડની સરહદ સ્પર્શે છે. પોલેન્ડમાં બાઈડેન રઝેસ્ઝો શહેરમાં પહોંચ્યા હતા. આ શહેર યુક્રેન સરહદથી માંડ 100 કિલોમીટર દૂર છે. એટલે એમ કહી શકાય કે બાઈડેન યુદ્ધભૂમિ નજીક પહોંચ્યા હતા. શરૃઆતમાં જ્યારે રશિયાએ આક્રમણ કર્યું ન હતું, પણ માત્ર ધમકીઓ આપી હતી ત્યારે બાઈડેને પણ સામી ધમકીઓ આપી હતી. એ પછી બાઈડેન રશિયાના તેવર જોઈને ઢીલા પડ્યા હતા. હવે જ્યારે રશિયાને એક મહિના પછી જોઈએ એવી સફળતા મળી નથી ત્યારે બાઈડેને ફરી રશિયાને શાબ્દિક ધમકીઓ આપવાની શરૃઆત કરી છે.

યુરોપ પહોંચ્યા પછી બાઈડેને યુરોપિયન સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. યુરોપ અને અમેરિકાએ મળીને રશિયાથી આયાત થતા ગેસ-પેટ્રોલિયમનું પ્રમાણ ઘટાડવા અંગે સહમતી દર્શાવી હતી. રશિયા પર આધારિત ન રહેવું પડે અથવા તો રશિયા પર ઓછામાં ઓછો આધાર રાખવો પડે એવી સિસ્ટમ ઉભો કરવાનો બાઈડેનનો ઈરાદો છે.

અમેરિકા અને અન્ય દેશો મળીને યુરોપના દેશોને વધુ 15 અબજ ઘન મીટર કુદરતી ગેસ નિકાસ કરશે. જરૃર પડશે ત્યારે એ જથ્થો પણ વધારાશે. કેમ કે રશિયા પાસેથી ગેસ-પેટ્રોલિયમની ખરીદી ઘટે તો અમેરિકાને બે રીતે ફાયદો થાય. એક તો અમેરિકા પોતાની સામગ્રી વેચી શકે અને બીજી તરફ રશિયા નબળું પડે. અત્યારે યુરોપિયન યુનિયનની જરૃરિયાતના કુલ ગેસમાંથી 40 ટકા એકલા રશિયામાંથી આવે છે.

પોલેન્ડમાં નાટોના ભાગરૃપે અમેરિકી સૈન્ય પહેલેથી જ મોજુદ છે. પરંતુ હાલ અમેરિકા રશિયા સાથે સીધા સંઘર્ષમાં ઉતરવા માંગતુ નથી. બાઈડેન પોલેન્ડમાં સ્થિત અમેરિકાની 82મી એરબોર્ન ડિવિઝનને મળ્યા હતા અને દેશ સેવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો. પોલેન્ડ સરહદે યુક્રેનના લાખો નિરાશ્રીતો પણ ફસાયેલા છે. એમને પણ મળવાનું બાઈડેનના પ્રવાસમાં શામેલ છે.

READ ALSO

Related posts

અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર

Binas Saiyed

સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે

Binas Saiyed

સલમાન રશ્દી પર જીવલેણ હુમલો કરનારની થઇ ઓળખ; વેન્ટિલેટર પર છે લેખક, એક આંખ ગુમાવવાનો ખતરો

Damini Patel
GSTV