GSTV

પ્યાર કિયા તો ડરના ક્યા/ હાઈકોર્ટે કહ્યું પ્રેમ કર્યો છે તો સમાજનો સામનો કરવાની હિંમ્મત પણ લાવો, નહીં મળે સુરક્ષા

Last Updated on January 13, 2022 by Pravin Makwana

લવ મેરેજ બાદ પરિવારના લોકોથી ખતરાના મામલે રાજસ્થાન હાઈકોર્ટે વિશેષ ટિપ્પણી કરી છે. કોર્ટે પ્રેમી કપલને કહ્યું કે, તેમએ લવ મેરેજ કર્યા છે, તો પછી સમાજનો સામનો કરવાનું સાહસ પણ ભેગું કરો. કિસ્સો એવો છે કે, જોધપુર જિલ્લાના એક પ્રેમી યુગલે લવ મેરેજ કર્યા બાદ પોલીસ સુરક્ષાની માગને લઈને રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

કોર્ટે સુરક્ષા આપવાની ના પાડતા કહ્યું કે, તેમની અરજી રદ કરવામાં આવે છે. સાથે જ કોર્ટે કહ્યું કે, જો યુવક યુવતીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે તો, તેમનામાં સમાજનો સામનો કરવાની અને તેમના પરિવાર દ્વારા લીધેલા નિર્ણયને સમજાવાની દ્રઢતાં હોવી જોઈએ.

કોર્ટે

આપને જણાવી દઈએ કે, જોધપુર જિલ્લાના 21 વર્ષિય યુવક અને 18 વર્ષિય યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ તેમણે પોલીસ સુરક્ષા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે, તથ્યોને જોતા નથી લાગતું કે, યુવક યુવતીનું જીવન ખતરાંમાં છે.

આ કેસમાં એવા કોઈ પુરાવા નથી મળ્યા. જેમાં એવું લાગે કે, તેમના પર હુમલા થવાની કોઈ શક્યતા હોય. કોર્ટે કહ્યું કે, કોર્ટે કોઈ યોગ્ય કિસ્સામાં કપલને સુરક્ષા અપાવી શકે છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!