GSTV

જોધપુરના અચલાવતા ગામમાંથી મળ્યા 11 લોકોના મૃતદેહ, તમામ મૃતક પાકિસ્તાનના વિસ્થાપિતો

રાજસ્થાનના જોધપુર પાસેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જોધપુર પાસેના અચલાવતા ગામમાંથી 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તમામ મૃતક પાકિસ્તાનના વિસ્થાપિત છે. જેઓ અતલાવતા ગામમાં ખેતીનું કામ કરતા હતા. મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકોની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

ગામમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા

ઘટના અંગેની જાણ થતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આ મામલે તપાસ શરૂ કરી હતી.

જોધપુરના દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારના લોડતા ગામે એક જ પરિવારના 11 લોકોના મોતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આસપાસના ગ્રામજનોએ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસને આ મામલાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ એક યુવાન ઘાયલ હાલતમાં જોવા મળ્યો હતો, જેને પોલીસે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મૃતકોમાં 2 પુરૂષો, 4 મહિલાઓ, 5 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક જ પરિવારના 11 લોકોના મોતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી

પ્રાથમિક જાણકારી અનુસાર મૃતક પરિવાર પાકિસ્તાન વિસ્થાપિત ભીલ સમાજના છે. અને તેઓ થોડાક સમય પહેલા પાકિસ્તાનથી જોધપુર આવ્યા હતા. આ તમામ લોકો ખેતરમાં ટ્યુબવેલ પર કામ કરતા હતા, અને પાસે બનેલી ઝોંપડીમાં રહેતા હતા. પ્રાથમિક તબ્બકે આ તમામની મોત ઝહેર ખાવાથી અથવા કીટનાશક દવાથી થઈ હોવાની વાત સામે આવી રહી છે.

READ ALSO

Related posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana

ફ્લાઈટની જેમ ટ્રેન ટિકિટમાં પણ જોડાશે યૂઝર ચાર્જ, જાણો ક્યાં-ક્યાં સ્ટેશનનો કરાયો સમાવેશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!